ખાદ્ય ક્ષેત્રની અગ્રણી પારલે પ્રોડક્ટ્સે ઉત્પાદન ખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખીને તેની તમામ કેટેગરીના ઉત્પાદનોના ભાવમાં 5 થી 10 ટકાનો વધારો કર્યો છે. પાર્લે પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું હતું કે, “અમે ભાવમાં 5-10 ટકાનો વધારો કર્યો છે.
તેમણે કહ્યું કે કંપનીએ 20 રૂપિયા કે તેથી વધુ કિંમતના બિસ્કિટ અને અન્ય ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો છે. તે જ સમયે, ભાવોને આકર્ષક સ્તરે રાખવા માટે, પેકેટના ‘ગ્રામ’ કાપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખાંડ, ઘઉં અને ખાદ્ય તેલ જેવા કાચા માલના ભાવમાં વધારાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. બિસ્કીટ સેગમેન્ટમાં પાર્લેના ઉત્પાદનોમાં પાર્લે જી, હાઇડ એન્ડ સીક અને ક્રેકજેક જેવી લોકપ્રિય બ્રાન્ડનો સમાવેશ થાય છે. કંપનીએ રસ્ક અને કેક સેગમેન્ટમાં અનુક્રમે 5-10 ટકા અને 7-8 ટકા ભાવમાં વધારો કર્યો છે. તેનું સૌથી લોકપ્રિય ગ્લુકોઝ બિસ્કિટ પારલે જી હવે 6-7 ટકા મોંઘું થઈ ગયું છે.