કોલેજમાં અચાનક કોઈએ પાછળથી આવી આલિંગન કરી સાવ ધીમેથી ‘આઈ લવ યૂ’ કહ્યું અને પછી તેના હોઠ પર પોતાના હોઠ રાખી દીધા

એક દિવસ મેં બહેનપણીઓ વચ્ચે જાહેર કર્યું કે જો હું ઈચ્છું તો તમને મારા આશિક બનાવી દઈ શકું છું. મને એક તક પણ ઝડપથી મળી ગઈ. મને લાગતું હતું કે મારું એક જ ચુંબન તમને પાગલજેવા કરી મૂકશે, પરંતુ તમારી પ્રતિક્રિયાએ મારી બધી ગણતરીઓ ઊંધી વાળી દીધી. તમારું વલણ મારા માટે આઘાતજનક હતું. અત્યાર સુધી કાયમ એવું જ બનતું કે તમામ પુરુષ વર્ગ મારા એક હાસ્ય માટે ગમે તે કરવા તત્પર રહેતા.

એ સાંજે તમે મારી પહેલનો જવાબ પોઝિટીવ આપ્યો હોત તો કદાચ હું મારા રૂમમાં જઈને, જાણે કશું નથી બન્યું તેમ માનીને નચિંતપણે સૂઈ જાત, પરંતુ તમારા જવાબે મને જડમૂળથી હચમચાવી નાખી. એ રાત્રે હું એક ક્ષણ માટે ઊંઘી ન શકી. પોતાના અહમ્ના પરાજયને સ્વીકારવો એટલો સરળ નથી હોતો. ત્યારે મેં મનોેમન નિર્ણય કર્યો કે તમારી વધારેમાં વધારે નિકટ પહોંચવાના પ્રયાસ કરું. ક્યારેક તો તમારી નજર મારા શારીરીક સૌંદર્ય પર ઠરશે ને! આ આશામાંને આશામાં મારે તમને વારંવાર મળવાનું ઊભું થાય તેવાં દરેક કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ આ મુલાકાતોની અસર તો અવળી જ થઈ! હું જેટલું તમારી સાથે વાત કરતી, એટલી જ મને મારી ભૂલો યાદ આવતી.

આ બનાવ એટલો ઓચિંતો અને ઝડપથી બની ગયો કે પ્રશાંત હેબતાઈ ગયો. તેને સમજાયું નહીં કે શું કરવું? પછી એકદમ સચેત થઈ ગયો અને તેણે આ અજાણી વ્યક્તિને પોતાના શરીરથી અળગી કરી, તેના કાન પાસે કડક લઢણમાં ધીમેથી કહ્યું, ”હું તમને ઓળખી લઉ એ પહેલાં તમે ચૂપચાપ અહીંથી ચાલ્યા જાવ, એ જ તમારા હિતમાં છે અને ભવિષ્યમાં આવી મૂર્ખામી કરતાં પહેલાં પૂરતો વિચાર કરજો.’તે રાત્રે એ ક્યાંય સુધી વિચારતો  રહ્યો કે એ છોકરી કોણ હશે? પણ તે કંઈ તારણ ન કાઢી શક્યો. પછી તો વાર્ષિકોત્સવની ધમાલમાં એ ઘટના પરથી તેણે પોતાનું મન વાળી લીધું.

એ સાંજની ઘટનાનું પરિણામ જોકે મારા માટે એક આશીર્વાદ સમું પુરવાર થયું છે પણ મારું મન કહે છે કે જ્યાં સુધી હું તમારી પાસેથી  એ ભૂલ બદલ ક્ષમા ન માગી લઉં ત્યાં સુધી મારું મન મને જંપવા નહીં દે.મારી આપને એક વિનંતી છે  સર. જો મારો ખુલાસો વાંચીને  તમને લાગતું હોય કે તમે મને માફી આપી શકશો, તો આ પત્ર સાથે બિડેલું  કાર્ડ ટપાલથી મને મોકલી આપજો. નહીં તો હું માની લઈશ કે તમે મને માફ નથી કરી અને પછી હું ક્યારેય એ ભૂલના બોજામાંથી મુક્ત નહીં થઈ શકું.

કોણ જાણે કેમ એવું લાગતું હતું કે પ્રશાંતને જોતાં જ વિનીતાનો ચહેરો સાવ લેવાઈ ગયો હતો. પ્રશાંતે સ્થિતિ માપી લેતાં અત્યારે ત્યાંથી ખસી જવાનું યોગ્ય માન્યું અને ધીમેથી દિનેશથી માતાને કહ્યું, ”કાકી, મને લાગે છે કે આ બંનેને અરસપરસ થોડી વાતો કરી લેવા દેવી જોઈએ. તો એકબીજાને યોગ્ય રીતે સમજી શકે.ઘેર પાછા ફરતાં તેણે દિનેશને જ્યારે વિનીતા બાબત પૂછ્યું ત્યારે દિનેશે કહ્યું, ”યાર, છોકરી તો હોશિયાર છે, પરંતુ અડધા કલાકમાં તો કેટલી વાત થાય? વળી તેની બાબતમાં મારા કરતાં તું વધારે જાણતો હોઈશ. હવે તું  જ કહે, મારે શો જવાબ દેવો જોઈએ?

પ્રશાંત  ઊંડા વિચારમાં પડી ગયો કે દિનેશને શું કહેવું? કેમ કે એ બંનેને એકાંત આપીને તેઓ અંદર ગયા, ત્યારે પરીક્ષાઓ પૂરી થયા બાદ છેલ્લે જતી વખતે વિનીતા તેને એક કવર આપી ગઈ હતી, એ વાત પ્રશાંત તદ્ન ભૂલી ગયો હતો, અત્યારે વિનીતાના ચહેરાના ભાવ જોઈને લાગ્યું કે કહો ના કહો  પણ અત્યારના તેના વર્તનનો સંબંધ એ કવર સાથે હોવો જોઈએ. પ્રશાંતે મનોમન નિશ્ચય કરી લીધો કે ઘેર પહોેંચીને એ કવર શોધીને બરાબર જોઈ લેશે. દિનેશને તેણે એવું જણાવ્યું કે, ”જો, તેની સાથે મારે કોઈ ખાસ પરિચય નથી. હા, તેમની હોસ્ટેલની વોર્ડન મારી ઓળખીતી છે. હું તેની પાસેથી આવતી કાલે  જ તમામ માહિતી મેળવીને સીધો તારા ઘેર આવી જઈશ.”

વાર્ષિકોત્સવ બાદ ફરીથી વર્ગો શરૂ થયા ત્યારે પહેલાં થોડા કૂતુહલથી તેણે અંતિમ વર્ષની વિદ્યાર્થિનીઓના વર્તન પર ચાંપતી નજર રાખી, પરંતુ સતત બે-ત્રણ દિવસ બધું સામાન્ય અને સહજપણે ચાલતું હોવાથી, તેણે એ વિચારને પોતાના મનમાંથી જ હાંકી કાઢ્યો. એ ઘટનાને એક દુ:સ્વપ્ન ગણીને તેને ભૂલી જવામાં જ ડહાપણ માન્યું.ધીમે ધીમે સત્ર પૂરું થવા આવ્યું અને પરીક્ષાના છેલ્લા પેપરનો દિવસ પણ આવી પહોંચ્યો. ઘણા વિદ્યાર્થીઓ તેને મળવા પણ આવ્યા હતા,. પેપર પૂરા થયાને પણ ઘણો સમય વીતી ગયો હતો. હજી પ્રશાંતને પોતાની જગ્યાએથી જ ઊભો જ થતો હતો, ત્યાં વિનીતા આવી. તેનું આગમન પ્રશાંત ઘણું ગમ્યું. કેમ કે તે તેજસ્વી વિદ્યાર્થિનીઓ પૈકીની એક હતી.