પેટ્રોલ ઓલટાઈમ હાઈ ૯૭.૫૦ રૂપિયા પ્રતિ લીટર! જાણો તમારા શહેરના ભાવ

કેન્દ્ર માં NDA સરકાર આવી ત્યારથી વિકાસ સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવ પણ રાત-દિન વધી જ રહ્યા છે જેની સીધી અસર પડી રહી છે સામાન્ય જનતાના ખિસ્સા પર એવામાં સમાચાર મળી રહ્યા છે કે દેશમાં પેટ્રોલના આલ ટાઈમ હાઈ ભાવ પહોંચી ગયા છે રૂપિયા ૯૭.૫૦ પ્રતિ લીટર એટલે કે આમ જ ચાલ્યું તો હવે પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર મળે તો પણ નવાઈ નહિ.

દેશની ઓઇલ કંપનીઓએ ગઈ કાલે શનિવારે સતત બીના દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે અને આ સાથે જ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગઈ છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ૯૭.૫૦ રૂહોઈયાં પ્રતિ લીટર પહોંચી જતા હડકંપ મચી ગયો છે.

ગુજરાતી વાત કરીયે તો અદાવાદમાં છેલ્લા વધારા બાદ પેટ્રોલની કિંમત ૮૩,૦૪ રૂપિયા પ્રતિ લીટર અને દુઝાલની કિંમત ૮૪.૯૮ એટલે કે લગભગ ૮૫ રુપીયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે. ગુજરાતના અન્ય મોટા શહેરોમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમત આ સપાટી પર પહોંચી ગઈ છે જે જનતા માટે ખુબ જ ત્રાસદાયી છે.

આ ઉપરાંત મુંબઈની વાત કરીયે તો મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૯૨.૨૮ પૈસા પ્રતિ લીટર અને માધ્ય પ્રદેશના ભોપાલમાં પેટ્રોલની કિંમત ૯૩.૫૬ રૂપિયા પ્રતિ લીટર જયારે દેશની રાજધાની દિલ્હીએ પેટ્રોલની કિંમત ૮૫.૭૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૭૫.૮૮ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે.