ખેડૂત રેલીને હિંસક બનાવવામાં BJP ના જ માણસનો હાથ? જાણો કોણ આ માણસ

ગઈ કાલે દેશ એક તરફ ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો હતો તો બીજી તરફ દેશના ખેડૂતો પોતાના હક અને અધિકારો માટે રાજધાની દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ યોજી રહ્યા હતા.બધું શાંતિપૂર્વક ચાલી રહ્યું હતું પરંતુ અચાનક જ ખેડૂત આંદોલને ઉગ્ર સ્વરૂપ લઇ લીધું અને પછી જે થયું તે દેશ સહીત આખી દુનિયાએ જોયું અને વખોડ્યું પણ ખરું, પરંતુ ખેડૂત નેતાઓ હવે દાવો કરી રહ્યા છે કે શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલી ટ્રેક્ટર રેલીમાં ખેડૂતોને ઉશ્કેરીને હિંસક બનાવવાનું કૃત્ય કરનાર માણસ BJP નો જ છે.

સમગ્ર મામલો જોઈએ તો દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીના રોજ ખેડૂત આંદોલનની આડમાં હિંસા ફેલાવવા પાછળ પંજાબના સિંગર અને અભિનેતા દીપ સિધ્ધુનું નામ ચર્ચાઈ રહ્યું છે અને દવાઓ પ્રમાણે આ દીપ સિધ્ધુ BJP સાથે જોડાયેલો છે.

ખેડૂત આંદોલન ભડકાવવાનો જેના પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે એ દીપ સિધ્ધુ BJP નેતા અને અભિનેતા સન્ની દેઓલનો ચૂંટણી એજન્ટ પણ રહી ચુક્યો છે અને અને એક આક્ષેપ મુજબ પ્રતિબંધિત સંગઠન જસ્ટિસ ફોર શીખ નો પણ સભ્ય છે.

દિલ્હીમાં હિંસા થયા બાદ દીપ સિધ્ધુના આંદોલનને ભડકાવી રહ્યો હોવાની તસવીરો સાથે જ તેની PM નરેન્દ્ર મોદી અને BJP સંસદ સન્ની દેઓલ સાથેની તસવીરો વાયરલ થાય બાદ ખેડૂત નેતાઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે ખેડૂત આંદોલનને તોડી નાખવા માટે આ કોઈ ષડયંત્ર રચવામાં આવ્યું છે અને હિંસા ફેલાવવામાં આવી છે.