રાકેશ ટિકૈતના ખભે બેઠેલ આ વ્યક્તિ કોણ છે? ટિકૈતે આપ્યો જવાબ

કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ વિવાદિત કૃષિ બિલ મામલે દિલ્હી બોર્ડર્સ પાર ખેડૂતો દ્વારા આંદોલન હજુ ચાલુ છે અને ખેડૂત આંદોલનની નોંધ હવે વિધવભારમાં લેવાઈ રહી છે ત્યારે ખેડૂત આંદોલનના નેતા આંદોલનની જગ્યા પર એક વ્યક્તિને પોતાના ખભે બેસાડીને ફરી રહ્યા હોવાની તસવીરો વાયરલ થતા ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ખેડૂત આંદોલનના મુખ્ય નેતા રાકેશ ટિકૈત ગાઝીપુર બોર્ડર પર એક વૃદ્ધ ખેડૂતને પોતાના ખભા પાર બેસાડીને ચાલતા જોવા મળતા ઈંડિયા સહીત તમની નજર ત્યાં ખેંચાઈ હતી . આ મામલે મીડિયા દ્વારા ટિકૈતને સવાલ પૂછવામાં આવતા રાકેશ ટિકૈતે જવાબ પણ આપ્યો હતો.

રાકેશ ટિકૈતે કહ્યું હતું કે આ વૃદ્ધ ગામડેથી આંદોલન કરવા માટે પાછા આવ્યા છે. અમે ઘણી વખત કહ્યું કે વૃધ્ધો, મહિલાઓ અને બાળકોએ આંદોલન સ્થળ પર આવવાની જરૂર નથી,તમે ઘરે બેઠા બેઠા જ આંદોલનને સમર્થન કરો, પરંતુ છતાં પણ આ વૃદ્ધ આંદોલનમાં પરત આવી ગયા છે. રાકેશ ટિકૈતને વૃદ્ધને ઊંચકીને લઇ જ રહેલા જોઈને સમર્થકો રાકેશ ટિકૈતની માનવતાને વધાવી રહ્યા છે જયારે સરકાર સમર્થકો આને એક નાટકમાત્ર ગણાવી રહ્યા છે.

ચક્કાજામ કરશે ખેડૂતો : આ ઉપરાંત રાકેશ ટિકૈતે આવતી કાલે ખેડૂતો દ્વારા કરવામાં આવનાર ચક્કાજામ વિષે વાત કરતા કહ્યું હતું કે આવતી કાલે ગામડાઓમાં ચક્કા જામ કરવામાં આવશે, દિલ્હીમાં નહિ તેથી ચક્કાજામ કાર્યક્રમની અસર દિલ્હીમાં થશે નહિ. આવતી કાલે શનિવારના રોજ ખેડૂતો દ્વારા બપોરે ૧૨ થી ૩ ચક્કાજામ કરવાનો કાર્યક્રમ આયોજવામાં આવ્યો છે.