બૉલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ ખેડૂત આંદોલન મામલે ચાલી રહેલા ટ્વિટર વોર મામલે બોલીવુડથી અલગ પોતાની પ્રતિક્રિયા આપ્યા બાદ સોનાક્ષી સિન્હાને રાગેટ કરવામાં આવી રહી છે એ બાદ હવે સોનાક્ષી સિન્હાના પિતા, બોલીવુડના દિગ્ગજ કલાકાર શત્રુઘ્ન સિન્હાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
શત્રુઘ્ન સિન્હાએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું લે અમુક ફિલ્મી કલાકારો અને ખેલાડીઓ ડર અને ગભરાટના કારણે સરકારને સમારતાં આપતી ટ્વીટ્સ કરી રહ્યા છે, જયારે સોનાક્ષી એવી નથી. સોનાક્ષી સંસ્કારી અને બહાદુર છોકરી છે અને તે પોતાના સિદ્ધાંતો પર અડગ રહેનારી છે. ખેડૂત પરિવારો પ્રત્યે સોનાક્ષીને સંવેદનાઓ છે.
શત્રુઘ્ન સિન્હાએ વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મી કલાકરો ને ક્રિકેટરોએ પોતાની પ્રતિક્રિયા એવી હોઈ તો એ રાજનીતિક ન એવી જોઈએ, પરંતુ સામાજિક પ્રતિક્રિયા પાવી જોઈએ.અત્યારે અભિવ્યકતી સ્વતંત્રતા છે તેમ છતાં અમુક કલાકારો અને ખેલાડીઓ ડર, દબાવ અથવાતો ગભરાટના કારણે પોતાની પ્રતિક્રિયા આપી દે છે.
જણાવી દઈએ કે એક તરફ બોલીવુડના મોટાભાગના કલાકારો અને ક્રિકેટના ખેલાડીઓ આ મામલે સરકારને સમર્થન આપતી ટ્વીટ્સ કરી રહ્યા છે ત્યારે સોનાક્ષી સિન્હાએ આ તમામની વિરુદ્ધ જઈને પોતાની પ્રતિક્રિયા પતિ હતી અને લહ્યું હતું કે એ લોકો પણ માણસ જ છે અને અન્ય માણસોનો અવાજ ઉઠાવી રહ્યા છે.
આ ઉપરાંત બોલીવુડની તાપસી પન્નૂએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે કોઈ એક ટ્વીટથી દેશની અખાડિતતાને આંચ પણ આવતી નથી. શત્રુઘ્ન સિન્હાએ તાપસીને પણ ખુદ્દાર છોકરી કહી હતી.