એક તરફ ફેબ્રુઆરી, એટલે કે પ્રેમનો મહિનો ચાલી રહ્યો છે, વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે, તો બીજી તરફ ગુજરાતમાં રાજકીય નેતાઓ દ્વારા પોતાની યુવાન માશુકાઓને કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ અપાવવા માટે કરવામાં આવતા ધમપછાડાના સમાચારો સામે આવી રહ્યા છે.
રાજનીતિમાં નેતાઓના પોતાનાથી નાની ઉંમરની યુવતીઓ સાથેના પ્રેમ સંબંધો એ આશ્ચર્યજનક નથી કે નવીન પણ નથી. આઝાદી પહેલાં પણ આવા દાખલાઓ મળી રહે છે. એવું જ એક પ્રેમ કહાની છે પાકિસ્તાનના સ્થાપક અને રાષ્ટ્રપિતા મહોમ્મદ અલી જીન્નાહની. મહોમ્મદ અલી જિન્નાહ પોતાના જ દોસ્તની ૧૬ વર્ષની ખુબસુરત પુત્રીના પ્રેમમાં પડ્યા હતા.
જીન્નાહના પહેલા લગ્ન ઇમીબાઇ નામની મહિલા સાથે થયા હતા અને લગ્નના થોડા વર્ષ બાદ ઇમીબાઇનું અવસાન થયા બાદ જિન્નાહે બીજા લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ ૪૦ વર્ષની ઉંમરે મહોમદ અલી જિન્નાહ પોતાના જ હમઉમર પારસી દોસ્ત સર દિનશા પેટિટની ૧૬ વરષીય ખુબસુરત પુત્રી રતનબાઈ પેટિટના પ્રેમમાં પડ્યા હતા.
રતનબાઈ પેટિટ પણ જીન્નાહના પ્રેમમાં હતી, અને ૪૦ વર્ષી ઉંમરે ૧૬ વર્ષીય રતનબાઈ પેટિટ સાથે લગ્ન કરવા માટે જિન્નાહ બેબાકળા થઇ ગયા હતા. જિન્નાહે આ મામલે રતનબાઈ ના પિતા અને પોતાના દોસ્ત દિનશા પેટિટ સાથે વાત કરતા દિનશા જિન્નાહ પાર અકાલી ઉઠ્યા હતા અને રતનબાઈ સગીર હોવાથી પિતાએ કોર્ટમાં આ મામલે કેસ કરીને જિંહહને રાતનબાઈને મળવા પર રોક લગાવડાવી દીધી હતી.
જો કે ત્યારબાદ પણ જિન્નાહ અને રતનબાઈ પેટિટ સતત એક બીજાના સંપર્કમાં હતા જ, પરંતુ જિન્નાહ અને રાતનબાઈની પ્રેમ કક્ષની લગ્ન સુધી ન પહહોચી અને છેવારે દુઃખદ અંત આવ્યો હતો.