સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર નવા કાયદાઓ અને સુધારાઓ લાવવામાં અગ્રેસર રહી છે ત્યારે હવે સમાચારો મળી રહ્યા છે કે હવે કેન્દ્ર સરકાર દ્વારા દેશના નોકરિયાતો માટેના કાયદામાં નવો અને મોટો સુધારો કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ય વિગતો અનુસાર કેન્દ્ર સરકારના આ સુધારા બાદ દેશના નોકરિયાત વર્ગને ખુબ જ મોટી રાહત મળશે. કેન્દ્ર સરકાર કંપનીઓ માટે ફ્લેક્સિબિલિટી સાથે નોકરી કરતા લોકોને અઠવાડિયામાં ફક્ત ચાર દિવસ કામ એ ત્રણ દિવસ આરામ કરવાની યોજના બનાવી રહી છે.
આ મામલે લેબર સેક્રેટરી અપૂર્વ ચંદ્રએ જણાવ્યું હતું કે હાલમાં બદલાઈ રહેલા વર્ક ક્લચરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર આ મામલે નવો સુધારો લાવવા તેમાં જ અમલમાં મુકવા વીચારણા કરી રહી છે. સરકાર અઠવાડિયામાં ૪૮ કલાક કામ કરીને કર્મચારી બાકીના દિવસોમાં રાજા રાખી શકે એવું પ્રાવધાન આપવામાં આવશે.
આ ઉપરાંત કંપનીઓ ને પણ આ મામલે ફ્લેક્સિબિલિટી આપવામાં આવશે. નવો સુધારો લાગુ કરવા માટે કંપનીઓને કોઈ દબાણ ઉભું કરવામ નહિ આવે, અને આ સુધારો લેબર કોડનો એક ભાગ રહેશે. જણાવી દઈએ કે ભારત સિવાય અન્ય ઘણા દેશોમાં આ પ્રમાણેનું વર્ક ક્લચર લાગુ છે, અને આ પ્રકારના વર્ક ક્લચરથી કર્મચારી અને કંપનીને બંનેની કાર્યક્ષમતામાં વધારો થશે એવું માનવામાં આવી રહ્યું છે.