બૉલીવુડ અને તવ સિરિયલ ઈન્ડસ્ટ્રીઝમાં ચમકતા સીતારાઓનું કોની સાથે ઇલુ-ઇલુ ચાલે છે અથવાતો કોણ કોને ડેટ કરી રહ્યું છે તે હંમેશા લોકો માટે રસ અને ચર્ચાનો વિષય રહ્યો છે ત્યારે અહીં વાત કરવી છે ફેમસ ટીવી સિરિયલ તારક મેહતા કે ઉલ્ટા ચશ્મામાં એલ સમયે જેઠાલાલના પુત્ર ટાપુનું પાત્ર ભજવતા ભવ્ય ગાંધીની.
ભવ્ય ગાંધી હાલ જે છોકરીને ડેટ કરી રહ્યો છે તે દેખાવે એટલી સુંદર છે કે બોલીવુડની ઘણી હીરોઇનો પણ તેની સામે ઝાંખી પડે. છોકરીનું નામ છે દીગાંગના સૂર્યવંશી. રાજવી પરિવાર સાથે જોડાયેલી ૨૪ વર્ષીય દીગાંગના જોશી અને ભવ્ય ગાંધી વચ્ચે ખાસ રિલેશન હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને બંને મુંબઈના ઘણા રેસ્ટોરેન્ટસમાં અને ફરવાલાયક સ્થળોએ સાથે પણ જોવા મળી રહ્યા છે.
જણાવી દઈએ કે ભવ્ય ગાંધીએ ઘણા વર્ષો સુધી તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા સીરિયલમાં જેઠાલાલના તોફાની પુત્ર ટપુનું પાત્ર ભજવ્યું અને બાદમાં કોઈ કારણોસર સિરિયલ છોડી દીધી અને હાલ મોડેલિંગ ક્ષેત્રમાં કાર્યરત છે અને દીગાંગના સૂર્યવંશી પણ ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કાર્ય બાદ તાજેતરમાં સુપરસ્ત્ર ગોવિંદાની ફિલ્મ રંગીલા રજામાં ગોવિંદાની પત્ની તરીકે જોવા મળી હતી.
રાજવી પરિવાર સાથે જોડાયેલી દીગાંગના પોતાના માતાપિતાનું એકમાત્ર સંતાન છે અને અત્યારે એક રાજકુમારીની જેમ પોતાની લક્ઝુરિયસ લાઈફ જીવે છે. જો કે દીગાંગના ભવ્ય કરતા ઉરમાં મોટી હોવા છતાં ભવ્યને ડેટ કરી રહી છે ત્યારે જો ભવ્ય અને દીગાંગના લગ્ન કરે તો બોલીવુડમાં અને પ્રેમમાં ઉંમરના બંધનો એડીઇ આવતા નથી એવું વધુ એક વાર સાબિત થશે.