ગત વર્ષે લોકડાઉન દરમિયાન પગપાળા ચાલીને પોતાના ઘર તરફ રાવણ થઇ ગયેલા પ્રવાસી મજૂરો અને વિવિધ જગ્યાએ ફસાયેલા લોકો માટે દેવદૂત બનીને આવેલા બૉલીવુડ એક્ટર સોનુ સુદની કામગીરી બાદ સર્વત્ર તેની પ્રશંશા જ થઇ રહી છે અને સોનુ સુદ એક મસીહા તરીકે ઉભરી આવ્યા છે ત્યારે બૉલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશીએ સોનુ સુદને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.
બૉલીવુડ અદાકારા હુમા કુરેશીએ કહ્યું છે કે તેની સોનુ સુદને દેશના વડાપ્રધાન પદ પર જોવા માંગે છે. હુમા કુરેશીએ કહ્યું હતું કે સોનુ સુદે હવે સક્રિય રાજનીતિમાં આવીને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવી જોઈએ. એક ઇન્ટરવ્યૂ દરમિયાન હુમા કુરેશીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે બોલીવુડે એક અભિનેતા કે જે સારો રાજનેતા બની શકે એવો કોણ છે તમારા મતે?
આ સવાલના જવાબમાં હુમા કુરેશીએ સોનુ સૂદનું નામ લીધું હતું અને કહ્યું હતું કે તેની સોનુ સુદને વડાપ્રધાન જોવા માંગે છે. સોનુ સુદનાં ચાહકો પણ સોનુ સુદને હવે રાજનીતિમાં આવવા માટે કહે છે, પરંતુ સોનુ હંમેશા આ વાતનો ઇન્કાર કરતો આવ્યો છે ત્યારે હવે હુમા કુરેશીના આ નિવેદન બાદ સોનુ શું પ્રતિક્રિયા આપે છે એના પાર ચાહકવર્ગની નજર છે.
જણાવી દઈએ કે સોનુ સુદે પોતાની ટીમની મદદથી લોકડાઉન દરમિયાન ફસાયેલા લોકો અને પ્રવાસી મજૂરોની જે રીતે સેવા કરી હતી એ બાદ સોનુ સુદનાં ચાહકો દેશમાં વધી રહ્યા છે અને લોકો પોતાના આદર્શને રાજનીતિમાં આવી લોકોની સેવા કરવા માટે આશા રાખે એ સામાન્ય બાબત છે, પણ સોનુ સુદ હાલ રાજનીતિમાં આવવાની કોઈ જ ઉચ્ચ ધરાવી રહ્યા નથી એવું માનવામાં આવી રહ્યું છે.