ATM થી પૈસા મળનાર નાગરિકો માટે અતિ મહત્વના અને ઝાટકારૂપ સમાચારો સામે આવ્યા છે તે મુજબ RBI એ ATM પરના દરેક નાણાકીય ટ્રાન્સેક્શન પર વસુલવામાં આવતો ચાર્જ અચાનક જ વધારી દીધો છે. RBI એ ATM દ્વારા કરવામાં આવતા પ્રત્યેક નાણાકીય ટ્રાન્સેક્શન પરના ઇન્ટરચેન્જ ચાર્જમાં વધારો કરીને આ ચાર્જ ૧૭ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝએક્શન કરી દીધો છે જેની સીધી અસર ગ્રાહકો પર પડશે.
પ્રાપ્ય વિગતો અનુસાર ગ્રાહકને માલ્ટા ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ ક્રોસ કાર્ય બાદ જો ગ્રાહક અન્ય બેન્કના ATM મશીનમાંથી પૈસા ઉપાડશે તો તેનોય ચાર્જ વસુલવામાં આવે છે પરંતુ હવે આ ચાર્જમાં પણ વધારો કરીને વસુલવામાં આવતો ચાર્જ ૨૧ રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
RBI ની જાહેરાત મુજબ આ નવા ચાર્જીસ આવનાર ૧ જાન્યુઆરી ૨૦૨૨ થી અમલી થશે એટલે કે હવે કોઈ બેન્કના ગ્રહજ પોતાના ATM કાર્ડ વડે ન્યાં બેન્કના ATM મશીનમાંથી પૈસા ઉપાડશે તો તો મૂક બેંકે બીજી બેન્કને ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે એન મૂળ બેન્ક આ ચાર્જ પોતાના ગ્રાહક પાસેથી વસૂલી શકે છે જેથી આ નિર્ણયની સીધી અસર બેન્કના ગ્રાહકો પાર પડશે એમ માનવામાં આવી રહ્યું છે.
આમ જયુઆરી ૨૦૨૨ થી તમારું જે બેંકમાં એકાઉન્ટ છે એ બેંક સિવાયના અન્ય બેન્કના ATM નો ઉપયોગ કરીને પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરશો તો તમારે ૨૧ રૂપિયા જેટલો વધારોનો ચાર્જ ભરવો પડશે. RBI આ કહેવા મુજબ તેને આ નિર્ણય ઇન્ડિયન બેન્ક એસોશિયેશનના નેતૃત્વમાં બનેલી સમિતિની ભલામણ મુજબ કર્યો છે.