છુટાછેડા માટે આવતી મહિલાઓ સાથે શારીરિક સંબંધો બનાવતો વકીલ!

મહિલાઓની મજબૂરી અને તકનો લાભ ઉઠાવીને તેનું જાતીય શોષણ કરવાના અનેક કિસ્સો અવારનવાર સામે આવતા રહે છે, પરંતુ અમદાવાદનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક વકીલ અનેક મહિલાઓની મજબૂરી અને તકનો લાભ ઉઠાવીને તેની સાથે શારીરિક સંબંધો બનાવતો હતો.

સમગ્ર મામલો જોઈએ તો અમદાવાદના એક વકીલ પાસે એક મહિલા પોતાના પતિથી છૂટાછેડાનો કેસ લઈને ગઈ હતી અને વકીલ આ કેસ લાડવા તૈયાર થઇ હયો હતો. પરંતુ કેસ દરમિયાન વકીલે પોતાની મહિલા ક્લાયન્ટ સાથે જ સેક્સ્યુઅલ રિલેશન બનાવ્યા હતા.

ત્યાર બાદ મહિલાને જાણ થઇ હતી કે આ વકીલ આવી રીતે છૂટાછેડાના કેસ માટે આવતી અનેક મહિલા ક્લાઈન્ટ સાથે શારીરિક સંબંધો બાંધીને જાતીય શોષણ કરે છે ત્યારે મહિલાએ વકીલના ઘરે જઈને હોબાળો કર્યો હતો.

મહિલા ક્લાઈન્ટ ઘરે આવીને હોબાળો કરતા વકીલે તરત જ ૧૮૧ નંબર પર ઓહોન કરીને કહ્યું હતું કે એક મહિલા પોતાના ઘરે આવીને હોબાળો કરી રહી છે ત્યાર બાદ ૧૮૧ મહિલા અભયં ટિમ દ્વારા મહિલાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું જેમાં કામાતુર વકીલનો ભાંડો ફૂટ્યો હતો.

મહિલાએ અભયામની ટીમને જણાવ્યું હતું કે આ વકીલે મારો કેસ લડતી વખતે છૂટાછેડા થાય બાદ મારી સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી અને શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા, પરંતુ પછી તેણીને જાણ થઇ હતી કે આ વકીલ આવી અનેક મહિલાઓ સાથે છૂટાછેડાના કેસમાં શારીરિક સંબંધો બાંધીને જાતીય શોષણ કરતો હતો.