બાથરૂમ જવાનું બહાનું કાઢીને યુવતી અડધી રાત્રે બોયફ્રેન્ડને મળવા નીકળી અને પકડાઈ ગઈ!

બોયફ્રેન્ડ કે પ્રેમિકાને મળવા માટે ટીનેજર્સ કેવા કેવા પેંતરાઓ કરતા હોઈ છે એ સહુ જાણે છે અને બની શકે તે તમે પણ તમારે પ્રેમી કે પ્રેમિકાને છુપાઈને મળવા માટે કોઈ પેંતરાબાજી કે જુગાડ કર્યો હોઈ, પરંતુ અમદાવાદમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે કે પ્રેમીને મળવા માટે પ્રેમિકા કેટલી હદ સુધી જય શકે છે.

સમગ્ર મામલો જોઈએ તો અમદાવાદ (પૂર્વ) ની એક યુવતી અડધી રાત્રે ઘરના સભ્યોને માથ્રુમ જવું છે, એમ કહીને ઘરની બહાર નીકળી હતી અને બાથરૂમ જવાના બહાને પોતાના પ્રેમીને મળવા નીકળી ગઈ હતી. અડધી રાત્રે યુવતીને રસ્તા પર એકલી ચાલતી જતી જોઈને એક વ્યક્તિને શંકા ગઈ હતી.

એ વ્યક્તિએ યુવતીને ઉભી રાખીને મદદ કરવાના હેતુથી પૂછપરછ કરતા યુવતીએ જણાવ્યું હતું કે તેણીના પિતા દારૂ પીયને માતા સાથે ઝઘડે છે અને મારી માટે મને ઘરેથી નીકળી જવાનું કહ્યું છે તેથી પોતે નીકળી ગઈ છે. યુવતીની વાત સાંભળીને પેલા વ્યકતિએ તાત્કાલીમ મામલો ગંભીર સમજીને મહિલા હેલ્પલાઇન ૧૮૧ ની મદદ માંગી હતી.

મહિલા ટીમે યુવતીને પૂછપરછ કરતા યુવતીનો ભાંડો ફૂટી ગયો હતો અને પોતે ઘરે ખોટું બોલીને અડધી રાત્રે પોતાના બોયફ્રેન્ડને મળવા માટે જય રહી હોવાનું કાબુલી લિધું હતું. યુવતીએ સાચી હકીકત જણાવ્યા બાદ મહિલા ટીમે યુવતીનીએ સમજાવી હતી અને ઘરે પરત મુકવા ગઈ હતી જ્યાં તેના માતાપિતાને પણ આ બાબતે ટોક્યા હતા.