પતંજલિ આયુર્વેદના સંસ્થાપક અને યોગગુરુ બાબા રામદેવના એલોપથી અને ડોક્ટર્સ પરના વિવાદાસ્પદ નિવેદન બાદ હવે દિવસેને દિવસે રામદેવની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. બાબા રામદેવ સામે દેશભરના ડોક્ટરોએ મોરચો ખોલ્યો છે અને રામદેવને દેશદ્રોહી જાહેર કરવા માટેની માંગને લઈને ડોક્ટરો હવે મેદાનમાં આવ્યા છે. કોરોનની રસી મામલે જનતાને ગેરમાર્ગે દોરી રહેલા રામદેવને દેશદ્રોહી જાહેર કરવાની માંગ ડોક્ટર્સ કરી રહ્યા છે.
મંગળવારના રોજ દેશભરના અસંખ્ય ડોક્ટરોએ ભેગા મળીને રામદેવની વિરુદ્ધમાં કાળો દિવસ મનાવ્યો હતો. ડોક્ટરોએ માંગ કરી છે કે કોરોનની વેક્સીન મામલે દેશના લોકોને ગેરમાર્ગે દોરતા રામદેવને દેશદ્રોહી જાહેર કરવામાં આવે. વિરોધ પ્રદર્શન દરમિયાન ડોક્ટરોએ પોતાની PPE કીટ પાવ વિવિધ સૂત્રોચ્ચાર વાળા બેનર્સ પણ લગાવ્યા હતા જેમાં રામદેવ વિરુદ્ધ સૂત્રો લખવામાં આવ્યા હતા.
આ પ્રોટેસ્ટ્નું આયોજન કરી રહેલ ઘી ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોશિયેશનએ સ્પષ્ટ પાને જણાવ્યું હતું કે અમે આયુર્વેદનો કોઈ પણ પ્રકારે વિરોધ નથી કરી રહ્યા,પરંતુ અમારો વિરોધ બાબા રામદેવ સામે જ છે. એક તરફ દેશના ડોક્ટરો પોતાનો જીવ જોખમમાં મૂકીને લખો દર્દીઓને મોતથી બચાવી રહ્યા છે ત્યારે બાબા રામદેવ આ ડોક્ટર્સ અને સારવાર પદ્ધતિની મજાક ઉડાવે એ અમને બિલકુલ માન્ય નથી, અમે આ મામલે કોર્ટમાં પણ જવાના છીએ.
જણાવી દઈએ કે બાબા રામદેવની કથિત કોરોનની દવા કોરિઓનિલને IMA દ્વારા માન્યતા ન મળી ત્યારથી જ રામદેવ સતત ડોક્ટરો અને એલોપથી સારવારની મજાક ઉડાવી રહ્યા છે ત્યારે બાબા રામદેવે એલોપતી અને મૃત્યુ પામેલા ડોક્ટરો વિષે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે જે ડોક્ટરો ખુદ પોતાને ન બચાવી શક્ય તે લોકોને કેમ બચાવશે?
આ નિવેદન બાદ ડૉક્ટર્સમાં રોષ જોવા મળી રહ્યો છે અને વિવિધ ડોક્ટર એસોશિયેશન્સ આ મામલે બાબા રામદેવને બિનશરતી માફી મંગા માટે કહી રહ્યા છે અને જો રામદેવ બિનશરતી માફી ન માંગે તો કોર્ટમાં જવાની તૈયારી પણ કરી રહ્યા છે.