એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ટિકિટ ફાળવણી માટે તમામ પાર્ટીઓમાં માથાકૂટનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ BJP ધારાસભ્યો ટિકિટ ફાળવણીમાં પોતાની ઘરની ધોરાજી ચલાવતા હોવાનું સામે આવતા BJP કાર્યકરોમાં રોષ વધ્યો છે.
અમદાવાદમાં ૨ ધારાસભ્યોએ તો પોતાના PA ને ટિકિટ અપાવી હોવાનો મુદ્દો પણ ખુબ જ ચગ્યો છે. અમદાવાદના નરોડાના BJP ધારાસભ્ય બલરામ થવાનીએ પોતાના PA રાજેશ રવતાણીને ટિકિટ અપાવી છે અને એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્યય રાકેશ શાહે પણ પોતાના PA નીરવ કવિને ટિકિટ અપાવી છે.
આ ઉપરાંત નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલના અત્યંત નજીકના માણસને ટિકિટ ફાળવવામાં આવતા BJP વર્તુળોમાં જ ટિકિટ ફાળવણીમાં ધારાસભ્યો પોતાની ઘરની ધોરાજી ચલાવતા હોવાનો બળાપો શરુ થવા પામ્યો છે.
અમદાવાદમાં BJP વર્તુળોમાં ધારાસભ્યો જગદીશ પંચાલ, રાકેશ શાહ, પ્રદિપસિંહ જાડેજા, બલરામ થવાણી, વલ્લભ કાકડિયા વગેરે ટિકિટ ફાળવણીમાં પોતાનું ચલાવતા હોવાની ચર્ચા સાથે પાર્ટી સામે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સુરત, વડોદરા અને ભાવનગરમાં પણ BJP આમ ટિકિટ ફાળવણી મુદ્દે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે.
BJP ના નવા અધ્યક્ષ CR Patil પોતાની મીટીંગોમાં કાર્યકરોને ગાઈ વગાડીને ક્હેતા હતા કે નેતાના સગાઓને ટિકિટ આપવામાં આવશે નહિ, પરંતુ BJP નેતાઓની જીદ સામે સીઆર પાટીલ ઝૂકી ગયા હોઈ એવું લાગી રહ્યું છે કારણકે અગણિત નેતાઓએ પોતાના સગાઓને ટિકિટ અપાવી દીધી છે.