સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થયા બાદ તમે પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવાની માથાકૂટ ચાલી રહી છે એવામાં આ વખતે દર વખત કરતા ઉલ્ટા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. દર વખતે કોંગ્રેસમાં આંતરિક બળવો ચરમસીમા પર હોઈ છે, જયારે આ વખતે આંતરિક રોશન મુદ્દે BJP આગળ હોઈ એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
વડોદરા BJP ની એક મહિલા કાર્યકર ટિકિટ મામલે પોતાની અવગણના કરવામાં આવતા BJP કાર્યાલયમાં ધ્રુસ્કેને ધ્રુસકે રડી પડી હતી અને BJP પાર આક્ષેપો લગાવ્યા હતા. મીના રાણા નામની મહિલાએ રડતા રડતા કહ્યું હતું કે પોતે છેલ્લા ૩૫ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે .
મીના રાણાએ આક્ષેપ કાર્ય છે છેલ્લા ૨૦ વર્ષથી પાર્ટી તેમને ટિકિટ માટે ઉલ્લુ બનાવીને ધક્કા ખવડાવે છે. આ ઉપરાન્ત મીના રાણાએ કહ્યું હતું કે ટિકિટ મામલે પાર્ટીમાં વિધાનસભા અધ્યક્ષ અને BJP ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીનું જ ચાલે છે.મીના રાણાએ વોર્ડ નંબર ૫ માંથી ટિકિટ માંગી હતી.
મીના રાણાએ કહ્યું હતું કે હું છેલ્લા ૩૫ વર્ષથી ભાજપમાં છું, પરંતુ પાર્ટીએ મને કશું જ આપ્યું નથી. પાર્ટી માટે ઘસાઈ ગયા છીએ અને આજે સવારથી હું અહીં બેઠી છું, પણ મને ટિકિટ ન મળી, પાર્ટી આમ જ છેલ્લા ૨૦ વર્ષથી મને ટિકિટ માટે ધક્કા ખવડાવે છે.
જણાવી દઈએ કે ઉમેદવારોની યાદી જાહર કરવામાં આવતાની સાથે જ BJP માં ભડકો થયી ગયો છે અને સ્થાનિક કાર્યકરોને બદલે કોંગ્રેસમાંથી BJP માં આવેલા પેરાશૂટ તેમજ સાયટી ઉમેદવારોને ટિકિટ મળતા BJP કાર્યકરો નારાજ છે ત્યારે નવા BJP અધ્યક્ષ આ મુશ્કેલીનો સામનો કેવી રીતે કરે છે એ જોવું રહ્યું.