ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર! હિંસાના પરિણામો આવવાના ચાલુ

ગઈ કાલે એક તરફ આખો દેશ ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો હતો તો બીજી તરફ છેલ્લા ૨ અહીંના ઉપરાંતથી દિલ્હીની વિવિધ બોર્ડર્સ પર આંદોલન કરી રહેલા ખેડૂતો દિલ્હીને ઘમરોળી રહ્યા હતા, પરંતુ અમુક અસામાજિક તત્વોએ ખેડૂતોની ટ્રેક્ટર માર્ચને હિંસામાં ફેરવી નાખી અને ત્યાર પછી જે થયું તે દેશ સાથે આખી દુનિયાએ જોયું.

પરંતુ ૨૬ જાન્યુઆરીએ દેહીમાં થયેલ હિંસા અને ઉગ્ર પ્રદર્શનના પરિણામો હવે ખેડૂત આંદોલનને અસર કરવા લાગ્યા હોઈ એવા સમાચારો સામે આવી રહ્યા છે. એક તરફ દેશના નાગરિકોનો એ મોટો હિસ્સો આ હિંસાને વખોડી રહ્યો છે તો બીજી તરફ ખેડૂત આંદોલન માંથી ખેડૂત જૂથો પોતાને અલગ કરી રહ્યા હોવાના સમાચારો સામે આવ્યા છે.

પ્રાપ્ય વિગતો અનુસાર ગઈ કાલે દિલ્હીમાં ઘટેલી ઘટનાઓ બાદ આજે રાષ્ટ્રીય કિસાન મજદૂર સંઘ ખેડૂત આંદોલનમાંથી અલગ થઇ ગયું છે. ખેડૂત નેતા વીએમ સિંઘે આજે બુધવારે આ મામલે જાહેરાત કરી હતી કે પોતે ખેડૂત આંદોલનથી અલગ થઇ રહ્યા છે. આ ઉપરાંત વીએમ સિંઘે કહ્યું હતું કે આ રીતે આંદોલન નહિ ચાલે.

વીએમ સિંઘે કહ્યું કે અમે અહીંયા લોકોને માર ખવડાવવા કે શાહિદ કરવા માટે નથી આવ્યા અને આ સાથે જ વીએમ સિંઘે ખેડૂત આંદોલન મુખ્ય નેતા રાકેશ ટિકેટ પર અખેપો લગાવીને પોતે આંદોલનથી અલગ થઇ રહ્યા હોવાની જાહેરાત કરતા દિલ્હીમાં થયેલી હિંસાની ખેડૂત આંદોલન પર અસર પાડવાની શરુ થઇ ચુકી છે એ નક્કી છે.