૨૬ મી જાન્યુઆરીના દિવસે દિલ્હીમાં ઘટેલી ઘટનાઓ બાદ સરકાર એક્શન મોડમાં હતી અને એક એવી છાપ ઉભી કરવામાં આવી હતી કે સરકાર હવે રાતોરાત આંદોલનને દબાવી દેશે, અને આ અંતે સરકારે પૂરો એક્શન પ્લાન પણ તૈયાર રાખ્યો હતો, પરંતુ આંદોલન ધીમું પડવાને બદલે વધારે મોટું થઇ રહ્યું હોઈ એવા સંકેતો માલ્ટા સરકારે પછી પાણી કરીને હાલ કોઈ પણ એક્શન લેવાનું મંડી વળ્યું છે એવી વિગતો સામે આવી છે.
તો બીજી તરફ સરકારે આંદોલનને ડામવા માટે આંદોલનની જગ્યા પર વીજળી કાપવા અને પાણી બંધ કરી દેવા સુધીની હરકતો કરતા ખેડૂતો વધારે રોષે ભરાયા છે અને ખેડૂત નેતા રાકેશ ટિકેટ ઉપવાસ પર બેસી ગયા છે.
રાકેશ ટિકૈત ઉપવાસ પર બેઠા એ બાદ ઉત્તરપ્રદેશ અને પંજાબ હરિયાણાના હજારો ખેડૂતો આંદોલન સ્થળ પણ આવવા રાવણ થઇ જાય સરકાર બેકફૂટ પણ ગઈ છે. રાકેશ ટિકૈતે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી ખેડૂતો પોતાના ગામમાંથી પાણી લઈને નહિ પહોંચે ત્યાં સુધી તે ઉપવાસ પર બેસશે અને ત્યાર બાદ ભારતીય કિસાન યુનિયનના નેતા ટકાઇટના ગામમાંથી પાણીના માટલાઓ લઈને આવી પહોંચ્યા છે.
ખેડૂતોએ રોષ સાથે જણાવ્યું હતું કે આંદોલનને ડામવા માટે સરકાર ભલે પાણી બંધ કરી દે કે ગમે એ કરે પરંતુ અમે ગાઝીયાબાદને પાણીથી ભરી દઈશું. જણાવી દઈએ કે ૨૬ જાન્યુંરિની ઘટનાઓ બાદ આદોલન નેસ્તનાબૂદ થઇ જશે એવું ણવામાં આવી રહ્યું હતું, પરંતુ છેલ્લા ૫૮ કલાકના ઘટનાક્રમ બાદ આંદોલને વધારે રફ્તાર પકડી હોઈ એવું લાગે છે ત્યારે સરકાર હવે શું કરે છે એના પર સહુની નજર છે.