કોરોના કાળ બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત ચૂંટણીપંચે કરી દીધી છે અને એ સાથે જ ચૂંટણી પંચે એક ફતવો કહી શકાય એવો નિર્ણય જાહેર કરીને મોટો વિવાદ સર્જ્યો છે જે રાજકીય વર્તુળોમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચૂંટણી આયોગે એક નવો નિર્ણય જાહેર કર્યો છે કે જે વ્યક્તિને ઘરે ‘ફ્લશ જાજરૂ’ ન હોઈ એ વ્યક્તિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકશે નહિ. ચૂંટણી આયોગે આવો અજીબ અને વિચિત્ર નિર્ણય જાહેર કરતા ચૂંટણી અધિકારીઓ બરાબરના મૂંઝાયા છે.
મૂંઝવણ એ બાબતની છે કે, અત્યાર સુધી ચૂંટણીપંચ એવું કહેતું હતું કે જે ઉમેદવારના ઘરે સંડાસ હોઈ એ ઉમેદવારે જ ટિકિટ મળશે, પરંતુ ચૂંટણીપંચની જાહેરાત જોતા હવે ફક્ત સંડાસથી કામ નહિ ચાલે, સંડાસમાં ફ્લશ હોવો પણ ફરજીયાત છે, આમ અધિકારીઓ મૂંઝાયા છે કે હવે તેઓએ ઉમેદવારના ઘરના સંડાસમાં ફ્લશ છે કે નહિ એ ચેક કરવા જવું પડશે.
ચૂંટણી પંચને જાણ જ હશે કે ઘરે સંડાસમાં ઓટોમેટિક પાણી આવે એવો ફ્લશ રાખવો કે મેન્યુઅલી પાણી રેડી શકે એવી વ્યવસ્થા રાખવી એ જે તે વ્યક્તિ પોતે નિર્ણય લઇ શકે છે ત્યારે ઉમેદવારી માટે ઘરના ટોઇલેટમાં ફ્લશ હોવું ફરજજયાત છે એ નિયમ કાયા આધારે રાખવામાં આવ્યો છે એ સહુની સમાજની બહાર છે અને સંડાસમાં ફ્લશ હોઈ કે ડોલ, ઉમેદવારીને અને તેને શું લેવા-દેવા એ પણ હજુ સ્પષ્ટ થયું નથી.
અધિકારીઓનું માનવું છે કે ચૂંટણી ફોર્મમાં આ મામલે ‘ફ્લશ જાજરૂ’ ને બદલે શૌચાલય શબ્દ હોવો જોઈએ નહિ તો ઉમેદવારી પત્રની ચકાસણી દરમિયાન જો કોઈ રજુઆત કરે તો જે તે ઉમેદવારનું ફોર્મ રદ્દ કરવું પડશે એવી નોબળ આવશે એ નક્કી છે.