લ્યો હવે નવો રોગ આવ્યો! આ શહેરમાં ગ્રીન ફંગસનો પ્રથમ કેસ નોંધાતા ફફડાટ

કોરોના મહામારીની બીજી વેવ પુરી થયા બાદ પહેલા બ્લેક ફંગસ, પછી વ્હાઇટ ફંગસ, યલો ફંગસના દર્દીઓ નોંધવા લાગ્યા હતા અને હવે એમાં રાહત થઇ છે ત્યાં ગ્રીન ફંગસનો પ્રથમ દર્દી સામે આવતા આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી ગઈ છે. પ્રાપ્ય વિગતો મુજવ દેશમાં ગ્રીન ફંગસનો પ્રથમ કેસ નોંધાઈ ચુક્યો છે અને આ કેસ મધ્યપ્રદેશના ઇન્દોરમાં સામે આવ્યો છે.

મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલી અરવિંદો હોસ્પિટલમાં ૩૪ વર્ષીય એક મહિલાને ગ્રીન ફંગસ ડિટેકટ થતા તેણીને તાત્કાલિક એર એમ્બ્યુકન્સ મારફતે મુંબઈ ખસેડવામાં આવી છે. કોરોના સંક્રમણ દરમિયાન આ મહિલાના ફેફસામાં ૯૦% સુધી સંક્રમણ ફેલાઈ ચૂક્યું હતું અને ત્યારબાદ સઘન સારવાર બાદ મહિલાને સારું થઇ જતા તેણીને રાજા આપી દેવામાં આવી હતી પરંતુ ૧૦ દિવસ બાદ ફરી તબિયત લથડતા તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

અને ફરી જયારે દાખલ કરવામાં અબી ત્યારે ડોક્ટરોને આ મહિલાના ફેફસા અને સાઇનરમાં ગ્રીન ફંગસ જોવા માલ્ટા આરોગ્યતંત્રમાં ચિંતા પ્રસરી ગઈ છે. બ્લેક, યલો અને વ્હાઇટ ફંગસના દર્દીઓની સંખ્યામાં છેલ્લા થોડા સમયથી ઘટાડો નોંધાયો હતો તેથી ડોક્ટરોને રાહત થઇ હતી, પરંતુ હવે ગ્રીન ફંગસનો કેસ સામે આવતા સંક્રમણ ફેલાયો તેવો ભય ડોક્ટરોમાં વ્યાપી રહ્યો છે.

ડોક્ટરોના જણાવ્યા મુજબ આ ગ્રીન ફંગસ ફેફસાને ઝડપથી નુકશાન કરી શકે છે. ગ્રીન ફંગસનું મેડિકલ નામ એસ્પરગીલસ ફંગસ પણ છે જેનો પ્રથમ કેસ ઇન્દોરમાં નોંધાઈ ચુક્યો છે.