ગુજરાતમાં AAPને મળતાં સમર્થનથી BJP ફફડી! ધારાસભ્યોને તાત્કાલિક આપ્યા આદેશ

‘ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ચાલ્યો નથી કે ચાલશે નહિ’ BJP અને કોંગ્રેસ દ્વારા ઉભી કરવામાં આવેલી આ ભ્રમણાને ભાંગવા માટે આમ આદમી પાર્ટી હવે ગુજરાતના મેદાનમાં આવી ગઈ છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મળી રહેલા સમર્થન અને લોકચાહના જોઈને BJP સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને ૨૦૨૩ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કાંટાની ટક્કર આપશે એમ માનીને BJP એ પોતાના તમામ ધારાસભ્યોને સરકારે કોરોનમાં સરકારે કરેલું કામ બતાવીને મતદારો વચ્ચે જઈને મચી પડવા કહ્યું છે.

પ્રાપ્ય વિગતો અનુસાર ગઈ કાલે ગાંધીનગરમાં BJP ના તમામ ધારાસભ્યોની એક મિટિંગ યોજવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા પોતે કોરોના કાળ અને ટાઉતે વાવાઝોડા દરમિયાન કરેલી કામગીરીઓનું પ્રેઝન્ટેશન તમામ ધારાસભ્યોને બતાવ્યું હતું અને આ કામ જાણતા વચ્ચે જઈને બતાવવા માટે તમામ ધારાસભ્યો અને અન્ય નેતાઓને સરકારની કામગીરી જનતાને બતાવવા માટે કુલ ૪૮૮ જેટલા ટેબ્લેટ આપ્યા હતા અને આ ટેબ્લેટ વડે જનતા વચ્ચે જઈને સરકારના કામ બતાવવા આદેશ આપ્યો હતો.

જણાવી દઈએ કે ગત સોમવારે આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત મુલાકાતે આવ્યા અને પૂર્વ પરતકાર ઇક્ષુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી AAP ના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હવે આમ આમળી પાર્ટી ૨૦૨૨ ની ચૂંટણી માટે તૈયારી સાથે મેદાનમાં આવી ગઈ છે એવું AAP કાર્યકરોનું કહેવું છે ત્યારે ૨૦૨૨ માં આમ આદમી પાર્ટી BJP ને ટક્કર આપી શકે છે કે કેમ એ તો સમય જ જણાવશે પણ આમ આદમી પાર્ટીના ગુજરાત આગમનથી BJP માટે ચૂંટણી સરળ નહિ રહે એ ચોક્કસ પાને માનવામાં આવી રહ્યું છે.