૨૬ જાન્યુઆરીએ ખેડૂત આંદોલનની આડમાં અરાજક તત્વો દ્વારા દિલ્હીમાં હિંસાનું જે કૃત્ય આચરવામાં આવ્યું અને આ ઘટનાને આખો દેશ વખોડી રહ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતોએ ખેડૂત આંદોલનમાં છેક દિલ્હી જઈને પણ ગુજરાતની આબરૂ સાચવી લીધી હોવાનું સામે આવ્યું છે.
એક તરફ પંજાબ હરિયાણા અને ઉત્તરપ્રદેશના ખેડૂતો ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા હતા અને ખેડૂતોના અમુક જૂથો હિંસા પણ આચરી રહ્યા હતા ત્યારે બીજી તરફ દિલ્હીની જ શાહજહાંપુર બોર્ડર પણ ગુજરાતના ૬૦૦ જેટલા ખેડૂતો શાંતિપૂર્વક ટ્રેક્ટર માર્ચ નીકળી રહ્યા હતા.
ગુજરાતના લગભગ ૬૦૦ જેટલા ખેડૂતો આશરે ૧૦૦ કરતા પણ વધારે ટ્રેક્ટર લઈને દિલ્હી ગયા હતા અને ત્યાં કખેડૂતોની ટ્રેકટરરેલીમાં જોડાયા હતા, પરંતુ ગુજરાતના ખેડૂતોએ ઉગ્ર પ્રદર્શન અને હિંસક રેલી કરવાને બદલે શાંતિપૂર્વકની ટ્રેક્ટર માર્ચ કાઢી હતી અને ગુજરાતની આબરૂ સાચવી હોવાનું સામે આવ્યું છે.
દિલ્હીની શાહજહાંપુર બોર્ડર પર શાંતિપૂર્ણ ટ્રેક્ટર માર્ચ યોજીને માર્ચ પુરી કરીને ૨૭ જાન્યુઆરીની સાંજે ગુજરાતના તમામ ખેડૂતો શાંતિપૂર્વક જ ગુજરાતમાં પરત પણ આવી ગયા હતા. ગુજરાતના ખેડૂતો ખેડૂત આંદોલનમાં ભાગ લેવા દિલ્હી ન જાય એ માટે ગુજરાતની પોલીસ અનેખુફીયા એજન્સીઓ કામે લાગી હતી, પરંતુ તેમ છતાં ગુજરાતના આશરે ૬૦૦ ખેડૂતો દિલ્હી પહોંચવામાં સફળ રહ્યા હતા અને એક્દમ શાંતિપૂર્ણરેલી કરીને ગુજરાત પરત ફર્યા હતા.