ભાજપના ધારાસભ્ય અને કાર્યકરોને પોલીસે ધક્કે ચડાવ્યા! હોદ્દેદારોને તતડાવ્યા

સત્તા પક્ષના નેતાઓ અને હોદ્દેદારો સરકારી તંત્રને પોતાનું નોકર સમજવા લાગે છે અને સત્તા પક્ષના કાર્યકરો પણ સત્તાની રૂએ તંત્રને ગાંઠતા નથી એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ તાજેતરમાં જ ગુજરાતનો એક એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ખાદીના પાવર સામે ખાખીનો પાવર ભારે પડ્યો છે.

મામલો છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના જોહર કાર્યક્રમનો, જેમાં ભાજપના જ એક ધારાસભ્ય અને કાર્યકરોને બંદોબસ્તમાં હાજર પોલીસ જવાનોએ ધક્કે ચડાવ્યા હતા અને ભાજપના હોદ્દેદારોને પણ તતડાવી નાખ્યા હતા.

સમગ્ર મામલો જોઈએ તો ગઈ કાલે ૨૩ જાન્યુઆરીએ બારડોલીના હરિપુરામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મજયંતિ નિમિતે મુખ્યમંત્રી વિજય રૃપાણીનો કાર્યક્રમ હતો જેમાં મુખ્યમંત્રીનું આગમન થયું ત્યારે ભાજપના ધારાસભ્ય સહીત અન્ય કાર્યકરો અને આગેવાનો મુખ્યમંત્રી સાથે જ એમના ખાસ પ્રવેશદ્વારથી સભા મંડપમાં જવા માંગતા હતા.

પરંતુ ફરજ પરના પોલીસ જવાનોએ અન્ય કાર્યકરો અને આગેવાનોને રોક્યા હતા અને એ પ્રવેશદ્વારેથી અંદર જવા દીધા ન હતા. પોલીસ જવાનોએ વર્દીનો રોફ બતાવીને નેતાઓ, આગેવાનો અને ભાજપના કાર્યકરોને તતડાવી નાખ્યા હતા.

જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની હરિપુરા સાથેની યાદો તાજી કરી હતી અને સાથે જ હંમેશની જેમ કોંગ્રેસ પર કોંગ્રેસે સઉંટોને ભુલાવી દીધા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. રૂપની એ કહ્યું હતું કે કોંગ્રેસે દેશના મહાન સપુતોનાં ઇતિહાસને ભૂંસવાનું જ કામ કર્યું છે.