કૃષિમંત્રીના ભાણેજને પ્રમોશન આપવા માટે ઇન્ટરવ્યૂ જ રદ્દ! મામલો મોદી સુધી પહોંચ્યો

નેતાઓ અને ખાસ કરીને હોદ્દો ધરાવતા મંત્રીઓ સરકારી તંત્રમાં પોતાના સંબંધીઓ અને મળતિયાઓને લાભ આપવા માટે કેટલી હદ્દ સુધી ભષ્ટાચાર આચરતા હોઈ છે એ સહુ કોઈ જાણે જ છે, ત્યારે ગુજરાતનો વધુ એક એવો ભષ્ટાચાર સામે આવ્યો છે જેમાં મંત્રીએ પોતાના ભાણેજને બઢતી આપવા માટે નૈતિકતાની તમામ હદો વટાવી દીધી છે અને આ સાથે જ સંબંધિત વિભાગના અન્ય કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

સમગ્ર મામલો જોઈએ તો ગુજરાતની જાહેર વીજ કંપની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL ) માં ખાતાકીય બઢતી દરમિયાન રાજ્યના કૃષિમંત્રી આર.સી ફળદુના ભાણેજને બઢતી આપવા માટે ૧૦ જેટલા યોગ્ય કર્મચારીઓને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો કર્મચારીઓએ લગાવ્યા છે.

કર્મચારીઓના આક્ષેપો મુજબ આર-સી ફળદુના કૌટુમ્બીગ ભાણેજ આર.સી પટેલને હજુ ૨ વર્ષ સુશી પ્રમોશન મળી શકે એમ નહોતું, પરંતુ પોતાના મંત્રી મામાના વગથી પર.સી પટેલને બઢતી મળી ગઈ અને ૧૦ જેટલા ઉમેદવારો સાઇડટ્રેક થઇ ગયા છે. મંત્રીના ભાણેજને પ્રમોશન આપવા માટે PGVCL ના એનેજીંગ ડિરેક્ટરે તમામ નીતિનિયમોને નેવે મૂકીને જૂનાગઢના વીજ અધિક્ષક ઈજનેર બનાવી દીધા છે.

વિદ્યુત ઇજનેરોને થયેલા આ અન્યાય મામલે કર્મચારીઓ કાનૂની લડત લાડવા માટે કોર્ટમાં જવા માટે પણ તૈયાર છે, પરંતુ કોરોનકાળના કારણે અત્યારે હાઇકોર્ટ બંધ હોઈ, હાઇકોર્ટ ખુલ્યા બાદ વીજ ઈજનેર કર્મચારીઓએ પોતાને થયેલા અન્યાય મુદ્દે સંબંધિત અધિકારીઓને કોર્ટમાં ઢસડી જશે એવી ચીમકી આપી છે.