દિલ્હી બોર્ડર પર કિસાન આંદોલન સામે હવે નવી મુસીબત!

છેલ્લા ૬૦ દિવસથી શાંતિપૂર્વક રીતે ચાલી રહેલા કિસાન આંદોલનને ૨૬ જાન્યુઆરીની ઘટનાઓ બાદ જાણે ગ્રહણ લાગી ગયું હોઈ એવી વિગતો સામે આવી રહી છે. દિલ્હીમાં થયેલી હિંસા અને ઘટનાઓ બાદ અંદોલની જગ્યાએ પરત ફરીને ખેડૂત નેતાઓ કઈ નવી રણનીતિ જણાવે એ પહેલા જ ખેડૂત આંદોલન સામે એક નવી મુસીબત ઉભી થઇ છે.

છેલ્લા ૬૦ દિવસથી ખેડૂતો દિલ્હીની સિંઘુ બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે અને હાઇવે બંધ કર્યો છે ત્યારે હવે સિંઘુ બોર્ડરના ગામ વાળા લોકો જ ખેડૂત આંદોલનની સામે પડ્યા છે. આજે સિંઘુ બોર્ડર પાર બોર્ડર પરના ગામ વાળા સ્થાનિકો ત્રિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ખેડૂતોને બોર્ડર અને હાઇવે ખાલી કરી દેવા માટે માંગ કરી હતી.

જો કે આ વિરોધ પ્રદર્શન પાછળ રાજનીતિક હાથ હોઈ એવું માનવામાં આવી રહ્યું છે કે કારણકે સ્થાનિકો હિન્દૂ સેનાએ સંગઠનની અગેવારણીમાં ખેડૂતોને હાઇવે ખાલી કરવા માટે કહી રહ્યા છે. ખેડૂતોને હાઇવે ખાલી કરવા માટે માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓમાં સ્થાનિકો અને હિન્દૂ સેનાએ સંગઠનના સભ્યો સામેલ હતા.

તો બીજી તરફ ખેડૂતો સરકાર સમર્થક સંગઠનો ખેડૂત આંદોલનને તોડી પાડવા માટે આવા પેંતરાઓ કરી રહ્યા હોવાની આશંકાઓ છે તો બીજી તરફ દિલ્હીમાં હિંસા બાદ ખેડૂત આંદોલન સામે એક પછી એક મુસીબતો સામે આવતી જાય છે ત્યારે ખેડૂત નેતાઓ આ મુસીબતોને કેવી રીતે હેન્ડલ કરે છે એ જોવું રહ્યું.