કેન્દ્ર સરકાર દ્વારા રાતોરાત લાગુ કરવામાં આવેલી નોટબંધી સહુને યાદ જ હશે, સવારમાં જાગીને સમાચાર મળતા જ હડકંપ મચી ગયો હતો અને પછી લગભગ ૨ મહિનાઓ સુધી બેંકો પર લાંબી લાંબી લાઈનો અને છતે પૈસે પૈસા ની અગવડ. એ વખતે RBI દ્વારા ૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો બંધ કરવામાં આવી હતી અને હવે નજીકના જ સમયમાં પણ અન્ય ત્રણ નોટો બંધ કરવામાં આવનાર છે.
RBI ના અધિકારી બી મહેશ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ હવે નજીકના સમયમાં જ રૂપિયા ૧૦૦, રૂપિયા ૧૦ અને રૂપિયા ૫ ની જૂની નોટોને બંધ કરવામાં આવનાર છે. પ્રાપ્ય વિગતો અનુસાર માર્ચ એપ્રિલ પછી ૧૦૦, ૧૦ અને ૫ ની નોટો બારમાંથી બહાર નીકળી જશે.
જો કે RBI દ્વારા હજુ કોઈ અધિકારીક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ RBI ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બી મહેશ દ્વારા માહિતી આપવા આવી છે કે RBI ૫, ૧૦ અને ૧૦૦ ની જૂની નોટો પછી ખેંચવા માટે યોજના બનાવી રહી છે અને જો બબધું બરાબર થશે તો લગભગ એપ્રિલમાં આ જાહેરાત કરવામાં આવશે.
જણાવી દઈએ કે અંગે ૨૦૧૫ માં જયારે ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો રાતોરાત પછી ખેંચી લેવામાં આવી ત્યારે અંધાંધૂંધી જેવો માહોલ સર્જાયો હતો, કારણકે સરકારે આ નિર્ણય રાતોરાત જાહેર કર્યો હતો, પરંતુ ૫,૧૦ અને ૧૦૦ ની નોટ વખતે એવું નાઈ થઇ, કારણકે અત્યારે ૧૦૦ ની અને ૧૦ ની નવી નોટો બજારમાં ઉપલબ્ધ છે.
જણાવી દઈએ કે RBI નકલી નોટોના કોખમને ટાળવા માટે આવા નોતબદલીના નિર્ણયો લેતી હોઈ છે. નોટ બંધ થયા બાદ જીની તમામ નોટો RBI માં જમા થઇ છે અને નવી નોટો ચલણમાં આવે છે.