કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાનું રાજીનામુ સત્ય કે નાટક? શું કહ્યું પરેશ ધાનાણીએ?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ ગુજરાત કોંગ્રેસમાં દર વખતની જેમ જ આ વખતે પણ ઉકળતા ચારુ જેવી સ્થિતિ છે. ગુજરાત કોંગ્રેસમાંથી નેતાઓ અને કાર્યકરોના ટપોટપ રાજીમાના પડી રહ્યા છે એવામાં સમાચારો સામે આવ્યા હતા કે કોંગ્રેસના મોટા નેતા અને અમદાવાદના જમાલપુર ખાડીયાના ધારાસબ્ય ઇમરાન ખેડાવાલાએ પક્ષથી નારાજ થઈને રાજીનામુ આપી દીધું છે.

કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાની માંગણી ન સ્વીકારવામાં આવતા ઇમરાન ખેડવાલાએ રાજીનામુ આપી દેતા ગુજરાત કોંગ્રેસમાં હાડકામ મચી ગયો છે, તો બીજી તરફ શોશિયલ મીડિયામાં ઇમરાન ખેડાવાળાના આ રાજીનામાં મામલે વિવિધ પ્રકારની કોમેન્ટસ પણ આવી રહી છે.

સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે આ બધું હવે નવું નથી, ખેડવાલાએ રાજીનામુ આપ્યું, પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડ આ રાજીનામાનો અસ્વીકાર કરશે અને ખેડવાળા પાછા કોંગ્રેસ સાથે જ જોડાયેલા રહેશે, આ બધા નાટકો હવે જાણતા માટે નવા રહ્યા નથી.

ઇમરાન ખેડવાલાના રાજીનામાં મુદ્દે ગુજરાતના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે સ્થાનિક કાર્યકર્તાઓની લાગણીને કારણે ઇમરાન ખેડાવાલાએ રાજીનામુ આપ્યું છે, પરંતુ પાર્ટી દ્વારા ખેડાવાળા રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે ઈમરણભાઇ પણ કોંગ્રેસના એક મજૂબૂત કાર્યકર્તા છે, વિધાનસભામાં તેમજ બહાર તેઓ મજબૂતાઈથી ભારતીય જાણતા પાર્ટીની નીતિઓનો વિરોધ કરતા આવ્યા છે, પરંતુ આ સમયે પાયાના કાર્યકર્તાઓની લાગણી દુભાઈ હોઈ, તેથી કાર્યકર્તાઓની લાગણીને કારણે તેઓએ રાજીનામુ આપ્યું છે, પરંતુ અમે તમે કાર્યકર્તાઓને સાંભળીને તેમની નારાજગી દૂર કરીશું અને ઈમરણભાઇ કોંગ્રેસ સાથે જ રહેશે.

જણાવી દઈએ કે એક તરફ ઇમરાન ખેડાવાલાનું રાજીનામુ પડ્યું છે તો બીજી તરફ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો પક્ષ સામે નારાજ થઈને રાજીમાના આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસ હવે પોતાને ડૂબતી બચાવવા કયા ટ્રેનનો સહારો લે છે તે જોવું રહ્યું.