રિપબ્લિક ભારતના પ્રાઈમ એન્કર અને મલિક એવા અર્ણબ ગોસ્વામી અને BARC INDIA (Broadcast Audience Research Council India ) ના પૂર્વ સીઈઓ પાર્થોદાસ ગુપ્તાની કથિત વોટ્સએપ ચેટ વાયરલ થાય બાદ અર્ણબ ગોસ્વામીની મુશ્કેલીઓ વધી ગઈ છે એવામાં પાર્થોદાસ ગુપ્તાએ મુંબઈ પોલીસને એવું નિવેદન આપ્યું છે કે અર્ણબ ગોસ્વામીનું બચવું હવે મુશ્કેલ થઇ ગયું છે.
પાર્થોદાસ ગુપ્તાએ મુંબઈ પોલીસને આપેલા લેખિત નિવેદનમાં જણાવ્યું છે કે TRP વધારવા માટે પોતાને અર્ણબ ગોસ્વામી તરફથી ૧૨ હાજર ડોલર રૂપિયા ખવડાવવામાં આવ્યા હતા. આ સાથે જ પાર્થોદાસ ગુપ્તાએ સ્વીકાર્યું છે કે પોતે પોતાની ટિમ સાથે મળીને TRP માં છેડછાડ કરતા હતા.
વધુમાં ગુપ્તાએ જણાવ્યું છે કે TRP માં છેડછાડ કરીને રિપબ્લિક ભારત ચેનલના રેટિંગ વધારવા માટે રનગ ગોસ્વામી તરફથી પોતાને છેલ્લા ત્રણ વર્ષમાં ૪૦ લાખ જેટલા રૂપિયા ખવડાવવામાં આવ્યા છે. ૨૦૧૭ થી ૨૦૧૯ સુધી અર્નાબે મને TRP વધારવા માટે ૬૦૦૦ ડોલર અને ત્યાર બાદ પણ બીજા ૬૦૦૦ ડોલર આપ્યા હતા.
જણાવી દઈએ કે સુશાંતસિંહ રાજપૂત કેસમાં અર્ણબ ગેસોવામીએ જે રીતે અગ્રેસિવ અને એકતરફી રિપોર્ટિંગ કરીને મુંબઈ પોલીસને ખરાબ ચીતરવાનો પ્રયાસ કર્યો એ બાદ મુંબઈ પોલીસે અર્ણબ સામે ફેક TRP નો ગાળિયો કસ્યો હતો જે હતું મજબૂત બની ગયો છે અને અર્ણબ ગોસ્વામી ફસાતા જાય છે.