લ્યો બોલો! બેન્ક ઓફ બરોડાના લોકરમાં મુકેલા બે લાખ ઉધઈ ખાઈ ગઈ

આપણી પાસે રહેલા પૈસા સુરક્ષિત રહે એ માટે અપને પૈસાને ઘરમાં રાખવાને બદલે બેંકમાં મૂકી આવીયે છીએ અથવા તો રોકડ રકમ હોઈ તો બેન્કના લોકરમાં મૂકી આવીયે છીએ પરંતુ વડોદરામાંથી એક એવો કિસ્સો સામે આવ્યા છે કે જેના પરથી લાગી રહ્યું છે લે બેન્કના લોકરમાં પણ આપણા પૈસા સુરક્ષિત નથી.

વડોદરામાં બેન્ક ઓફ બરોડાના લોકરમાં મુકેલા રોકડા બે લાખ રૂપિયાને ઉધઈ ખાઈ ગઈ હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવતા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ બેન્ક ઓફ બરોડાના લોકરમાં પોતે મુકેલા ૨ લાખ રૂપિયા લેવા ગયેલી મહિલાએ લોકર ખોલ્યું તો પોતાના પૈસાને ઉધઈ ખાઈ ગઈ હતી.

૨ લાખ રૂપિયા ઉધઈ ખાઈ જતા હોબાળો મચી ગયો હતો અને મહિલાએ આ બાબતે બેંકમાં ફરિયાદ કરતા બેન્કના કર્મચારીઓ પણ લોકરમાં ઉધઈ આવી ગઈ છે એ મામલે અજાણ હોવાનું જણાવ્યું હતું. જો કે અત્યારે તો આ ફક્ત આ મહિલા ગ્રાહકનું લોકર ખોલવામાં આવ્યું ત્યારે જ ખબર પડી કે લોકરમાં ઉધઈ ચડી ગઈ છે, પરંતુ હેવ બેન્ક કર્મચારીઓને અન્ય લોકરમાં પણ ઉધઈ આવી ગઈ હોવાની આશંકા અને દહેશત છે.