કોંગ્રેસના ગુલામ નબી આઝાદને રાજ્યસભામાંથી વિદાય આપતા PM મોદી રડી પડ્યા!

રાજ્યસભામાંથી કોંગ્રેસના વરિષ્ઠનેતા ગુલામ નબી આઝાદ સહીત રાજ્યસભાના લગભગ ૪ જેટલા નેતાઓ નિવૃત થઇ રહ્યા છે ત્યારે આજે ગુલામ નબી આઝાદને રાજ્યસભામાંથી વિદાય આપતા ભાષણ દરમિયાન PM નરેન્દ્ર મોદી ભાવુક થઈને રડી પડ્યા હતા.

કોંગ્રેસના વરિષ્ઠનેતા ગુલામ નબી આઝાદને રાજ્યસભામાંથી વિદાય આપતી વખતે પોતાના ભાષણમાં PM મોદીએ ગુલામ નબી આઝાદના ખુબ જ વખાણ કર્યા અને બાદમાં ભાવુક થઇ ગયા, PM મોદીએ કહ્યું કે ગુલામ નબી આઝાદ પક્ષની સાથે જ દેશનું પણ હિત વિચારતા હતા. આ ઉપરાંત PM મોદી બોલ્યા કે સત્તા તો આવતી જતી રહે છે, પણ સત્તાને કેમ પચાવવી એ ગુલામ નબી આઝાદ પાસેથી શીખ્યો છું.

આ ઉપરાંત PM મોદીએ કહ્યું હતું કે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે ગુલામ નબી આઝાદ જમ્મુકાશ્મીરના મુખ્યમંત્રી હતા અને એ વખતે ગુજરાતના અમરનાથ યાત્રીઓની બસ પર આતંકવાદી હુમલો થયો હતો ત્યારે આઝાદે ખાસ મને ફોન કરીને ઘટતું તમામ કરવાની બાંહેધરી આપી હતી. આ બોલતા બોલતા PM મોદી ભાવુક થઇ ગયા હતા.

PM મોદીએ કહ્યું હતું કે ગુલામ નબી આઝાદ નિવૃત થઇ રહ્યા છે ત્યારે રાજ્યસભામાં એમની ખોટ પુરાવી અશક્ય છે.અને બાદમાં PM મોદીએ ભાવુક થીઅને થોડીવાર પોતાઈ સ્પીચ અટવકી દીધી હતી. જણાવી દઈએ કે કોંગ્રેસના ગુલામ નબી આઝાદ સાહત ૪ વરિષ્ઠ નેતાઓ રાજ્યસભામાંથી નિવૃત થઇ રહ્યા છે,