જાણીતી ફિલ્મ અભિનેત્રીએ કહ્યું ડાયરેક્ટરે મારી સામે પેન્ટ ખોલીને પ્રાઇવેટ પાર્ટ બહાર કાઢીને કહ્યું કે આને…

ફિલ્મ જગતમાં કાસ્ટિંગ કાઉચ અને રોલ આપવાના બહાને રોલ રમાડી જવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે અને ચમકદમક વાળા ફિલ્મ જગતની આ એક કાળી બાજુ છે. અગાઉ પણ ઘણી બધી અભિનેત્રીઓ ફિલ્મ ડાઈરેક્ટર અને પ્રોડ્યુસર્સ દ્વારા કામ આપવાના બહાને શારીરિક શોષણ કરતા હોવાના આક્ષેપો લગાવી ચુકી છે.

તાજેતરમાં જ બોલીવુડની એક જાણીતી અભિનેત્રીએ પણ આવા આક્ષેપો લગાવતા બૉલીવુડ જગત ખળભળી ગયું છે. આરોપ લગાવનાર આ જાણીતી અભિનેત્રીનું નામ છે શર્લિન ચોપરા અને જેના પર આરોપ લગાવામાં આવ્યો છે એ છે બોલીવુડના જાણીતા ફિલ્મ ડિરેક્ટર સાજીદ ખાન.

શર્લિન ચોપરાએ આક્ષેપો લગાવ્યા છે કે તેના પિતાનું મોટ થયું એ બાદ થોડા દિવસો પછી તે કામ માટે સાજીદ ખાનને મળવા ગઈ હતી. આ મુલાકાત દરમિયાન અચાનક જ સાજીદ ખાને પોતાનું પેન્ટ ખોલી નાખ્યું અને પ્રાઇવેટ પાર્ટ બહાર નીકળીને શર્લિન ચોપરાને પોતાના ગુપ્તાંગને ફીલ કરવા માટે કહ્યું હતું.

સાજીદ ખાનનું આવું બીભત્સ વર્તન જોઈને શારદિલ ડઘાઈ ગઈ હતી, પરંતુ તેણીએ તરત જ પોતાને સાંભળીને કહ્યું કે “મને ખબર છે કે ગુપ્તાંગ કેવું હોઈ છે, મારે ફીલ કરવાની જરૂર નથી અને હું તમને આવા કામ માટે મળવા નથી આવી, અને એવું કહીને શર્લિન તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી.

જણાવી દઈએ કે સાજીદ ખાન એક એવા ડિરેક્ટર છે કે જેની સામે બૉલીવુડ અભિનેત્રીના શારીરિક શોષણના આક્ષેપો સતત થતા રહે છે. જીયા ખાનની બહેન કરિશ્મા સહીત અત્યાર સુધીમાં ૭ જેટલી મહિલાઓ સાજીદ ખાન પર જાતીય શોષણના આક્ષેપો લાગે ચુકી છે અને હવે શર્લિન ચોપરાનું નામ પણ આ લિસ્ટમાં જોડાઈ ગયું છે.