એક તરફ દિલ્હીની બોર્ડર્સ પર લખો ખેડૂતો ધારણાપ્રદર્શન કરીને કૃષિ કાયદાઓ રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ દેશની કહેવાતી હસ્તીઓ આ મામલે સરકારને સમર્થન આપી રહી છે અને આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન આપતી વિદેશી સેલિબ્રિટીઓની ટ્વિટ્સને એક જ સરખી ભષામાં વખોડી રહ્યા છે ત્યારે બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહનું પણ આ મામલે નિવેદન આવ્યું છે એ સોનાક્ષીનું નિવેદન બોલીવુડના ગાડરિયા પ્રવાહથી અલગ છે.
સોનાક્ષી સિંહાએ આ અમલ પોતાનો મત ઇન્સ્ટાગ્રામ દ્વારા રજુ કર્યો છે જેમાં સોનાક્ષી સિંહાએ લખ્યું છે કે “તેઓ પણ માણસ જ છે, અને અન્ય માણસોની વાત રજુ કરી રહ્યા છે.
સોનાક્ષી સિંહાએ લખ્યું છે કે રિહાના, ગ્રેટા કે અન્ય કોઈ પણ બહારના વ્યક્તિઓ ભલે કૃષિ કાનુનો મામલે માહિતી ન ધરાવતા હોઈ, પણ વાત અહીં ફક્ત કૃષિ કાનૂનોની નથી, માનવાધિકારની પણ છે. ઇન્ટરનેટ બંધ કરાવવું, અભિવ્યક્તિની આઝાદી, સરકારનો પ્રોપગેન્ડા અને સત્તાના દુરુપયોગ વિષે વાત છે.
આ ઉપરાંત સોનાક્ષીએ કહ્યું હતું કે ન્યુઝ અને મીડિયા તમારા મગજમાં એવું જ ભરાવશે કે આ બહારની તાકાતો ભારતને તોડવા માટે આવું કરી રહી છે પણ તમારે યાદ રાખવાનું છે કે એ એલિયન્સ નથી, આપણી જેવા માણસ જ છે અને બીજા માણસોનો અવાજ ઉઠાવી રહ્યા છે.
જણાવી દઈએ કે ભારતના મોટા ભાગના બૉલીવુડ કલાકારો અને ક્રિકેટર્સ જેવી હસ્તીઓ જયારે આ મામલે સરકારના ખોલે બેસી ગયા છે એવા આક્ષેપો થઇ રહ્યા છે ત્યારે સોનાક્ષી સિંહના મત બાદ હવે શું પ્રતિક્રિયા આવે છે એના પર સહુની નજર છે.