ખેડૂત આંદોલનને લઈને UNનું નિવેદન! સરકાર અને સરકાર સમર્થકોને કડવું લાગશે

૨ મહિના ઉપરાંતથી દિલ્હીની બોર્ડર પાર ચાલી રહેલું ખેડૂત આંદોલન જાણે કે છેલ્લા કેટલાક દિવસથી હવે આંતરરાષ્ટ્રીય મુદ્દો બની ગયુ હોઈ એમ વિદેશી હસ્તીઓના ટ્વીટ્સ પણ આવી રહ્યા છે એવામાં હવે વિશ્વના તમામ મામલાઓની સર્વોચ્ચ સંસ્થા United Nation (UN) એ પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે અને તથાકથિત રીતે UN નું આ નિવેદન સરકાર તેમજ સરકાર સમર્થકોને ન ગમે એવું છે.

UN એ આ મામલે ટ્વીટ કરીને કહ્યું છે કે આંદોલન કરી રહેલા ખેડૂતો સામે ભારત સરકારના અધિકારીઓએ સંયમથી કામ લેવું જોઈએ. આ મામલે તામાં માનવાધિકારોનું સન્માન જાળવીને સમાધાનનો રસ્તો શોધવો જોઈએ.

આ ઉપરાંત UN એ કહ્યું છે કે શાંતિપૂર્ણ એકઠા થવાનો અધિકાર અને તેમજ અધિવ્યાક્તિની આઝાદીના અધિકારોનું પણ રક્ષણ થવું જોઈએ. સરકારે આ મામલે ઓનલાઇન તેમજ ઓફલાઈન સુરક્ષાઓનું ધ્યાન રાખવું જોઈએ. આમ UN એ આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે સંયમથી પેશ આવવાની સલાહ મોદી સરકારના અધિકારીઓને આપી છે.

જણાવી દઈએ કે અમેરિકન પૉપ સિંગર રિહાનાના ટ્વીટ બાદ ખેડૂત આંદોલનનો મામલો હવે આંતરરાષ્ટ્રીય બની ગયો છે, અને એક તરફ વિદેશી હસ્તીઓ આ મામલે ખેડૂતોને સમર્થન અપોઇ રહી છે તો બીજી તરફ ભારતના બૉલીવુડ કલાકારો ત એમજ ક્રિકેટરો આ મામલે સરકારને સમર્થન આપી રહ્યા હોઈ એવા ટ્વિટ્સ અને નિવેદનો આપી રહ્યા છે એવામાં UN નું નિવેદન અતિ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

ખેડૂત આંદોલન હાલ પોતાના ચરમ પર છે, ખેડૂતોએ આજથી UP ઉત્તરાખંડ અને દિલ્હીને બાદ કરતા સમગ્ર દેશમાં ચક્કાજામ કરવાનો કાર્યક્રમ આપ્યો છે જે અંતર્ગત હરિયાણામાં NH9 પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતોએ રસ્તા પર ચક્કાજામ કર્યો છે. બીજી તરફ જમ્મુમાં પઠાણકોણ હાઈવે જામ કરી દેવામાં આવ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં ટ્રક ઊભા રાખી દેવામાં આવ્યા છે. ત્રણેય કાયદા પરત ખેંચવાની માગ પર ખેડૂતો અડગ છે ત્યારે સરકાર હવે શું કરે છે એ જોવું રહ્યું.