૨૬ જાન્યુઆરી ના દિવસે દેહીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસક ઘટનાઓ બાદ ખેડૂત આંદોલન સામે એક પછી એક નવી નવી મુશ્કેલીઓ સામે આવતી જાય છે. હિંસા બાદ કેટલાક ખેડૂત સંગઠનો આંદોલન છોડી રહ્યા છે તો બીજી તરફ દિલ્હી પોલીસ પણ લડી લેવાના મૂડમાં છે અને સાથે દેશભરમાં હિંસક ઘટનાઓની ટીકાઓ બાદ ખેડૂત આંદોલનની છે છાપ ખરાબ થઇ એ વધારાની.
પરંતુ આ સાથે જ સરકારે અને પોલીસ પ્રશાશને હવે ખેડૂત આંદોલન નેસ્તનાબૂદ કરવાના પ્રયાસો ચાલુ કરી દીધા છે. ખેડૂત આંદોલનના મુખ્ય નેતા રાકેશ ટિકૈતે આરોપો લગાવ્યા છે કે સરકાર હવે ખેડૂતોમાં દરનો માહોલ ઉભો રાય રહી છે.
ટિકૈતે કહ્યું હતું કે દિલ્હી-નોઈડા વચ્ચે ચિલ્લા બોર્ડર પર ખેતઉટોનાં તંબુઓ ઉખાડવા લાગ્યા છે અને પોલીસે બેરિકેડિંગ પણ હટાવી લીધી છે અને સાથે જ ગૃહમંત્રાલયની બેઠક બાદ ગાઝીપુર બોર્ડર પર મોદી રાત્રે મોટી પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી અને ગાઝીયાબાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા અને પછી આવ્યા લાઈટ કાપવાના સમાચાર.
રાકેશ ટિકૈતે જણાવ્યું કે પોલીસ ફોર્સ ખડક્યા બાદ વીજળી ગુલ કરી દેવામાં આવી. પ્રશાશન ઈચ્છે છે કે અમારું આંદોલન ખતમ થઇ જાય અને એટલે જ સરકાર દ્વારા ખેડૂતોમાં દરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. ખેડૂતો દરના કારણે આખી રાત જાગતા રહે છે.
જણાવી દઈએ કે એક તરફ ખેડૂત આંદોલનની છૉ ખરાબ થઇ ચુકી છે અને સરકાર પણ આંદોલનને ખતમ કરવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે હવે ખેડૂત આંદોલનના ભવિષ્ય અંગે અને અસ્તિત્વ અંગે પણ ચર્ચાઓ થવા લાગી છે.