કેન્દ્ર સરકાર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ વિવાદિત કૃષિ કાયદાઓને રદ્દ કરવા માટે છેલ્લા ૨ મહિના ઉપરાંતના સમયથી દિલ્હીની બોર્ડર્સ પર ચાલી રહેલ હેદુત આંદોલન હવે ફક્ત ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાસ્પદ બની ગયું છે, અનેક વિદેશી હસ્તીઓની ટ્વીટ્સ અને ટિપ્પણીઓ બાદ અમેરિકામાં હવે ખેડૂત આંદોલન કૈક અલગ કારણોથી ચર્ચામાં આવ્યું છે.
અમેરિકામાં ચાલી રહેલ ફુબોલ મેચ દરમિયાન ચાલુ મેચે ખેડૂત આંદોલનનો વિડીયો પ્લે કરવામાં આવતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે અને વિવાદમાં પણ આવ્યો છે. અમેરિકામાં ફુટબોલ સુપર બાઉલ લીગ દરમિયાન ચાલુ મેચે ડિસ્પ્લે પર ખેડૂત આંદોલનનો વિડીયો પ્લે થયો હતો.
પ્રાપ્ય વિગતો અનુસાર એક એડ એજન્સી દ્વારા આપવામાં આવતી એડવેરટાઈઝમાં ખેડૂત આંદોલનનો વિડીયો પ્લે કરવામાં આવ્યો હતો.ચાલુ મેચે એડવર્ટાઈઝમાં ખેડૂત આંદોલનનો વિડીયો આવતા દર્શકોએ આ દ્રશ્યની તસવીરો અને વિડીયો ઉતારી લીધો હતો જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહ્યો છે.
મેચમાં પ્લે થયેલા ૪૦ સેકંડ્સના આ વીડિયોમાં ભારતમાં લાગુ કરવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને સાથે જ વીડિયો એડમાં માર્ટિન લૂથર કિંગ જૂનિયરનું એક કથન પણ દેખાડવામાં આવ્યું છે.
આ વિડીયો પ્લે થાય હોવાના સમાચારો વાયરલ થયા બાદ સરકાર સમર્થકો અમેરિકાને આ ભારતનો આંતરિક મામલો છે તેથી તેમાં માથું ન મારવા માટે સલાહ આપી રહ્યા છે તો કહેઉ આંદોલન સમર્થકો આ તસવીરો અને વીડિયોને શેર કરી રહ્યા છે.