વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં દુનિયાના સહુથી મોટા વેક્સિનેશન એટલે કે રસીકરણ અભિયાનનો પ્રારંભ થઇ ચુક્યો છે અને પ્રથમ ચરણમાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને સરકાર તરફથી કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે કોરોના વેક્સિનનું પ્રોડક્શન કરી રહેલ કંપનીઓ ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કેટલીક ચેતવણી જાહેર કરી છે જે રસી લેતા પહેલા વાંચવી અત્યંત જરૂરી છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેક દ્વારા જાહેર કરવામાં આવેલ ચેતાવણીમાં કેટલાક લોકોને કોરોનાની વેક્સીન ન લેવા માટે સૂચના આપવામાં આવી છે. વેક્સનેશન અભિયાન અંતર્ગત રસી આપવામાં આવ્યા બાદ કેટલાક લોકોને થયેલી સાઈડઈફેટ અને અસર બાદ બંને કંપનીઓ દ્વારા વેક્સિનેશન મામલે ફેકટશીટ જાહેર કરવામાં આવી છે.
કેવા લોકોએ વેક્સીન ન લેવી? : ભારત બાયોટેક દ્વારા જાહેર કરવામાં આવેલ ચેતવણીમાં ૧)લોહી પાતળું કરવાની દવા લેનાર વ્યક્તિ ૨)એલર્જી ધરાવતી વ્યક્તિ, રોગપ્રતિકારક શક્તિ પર અસર કરતી દવા લેનાર વ્યક્તિ, ગર્ભવતી અથવાતો સ્તનપાન કરાવનાર મહિલાઓ, સ્વાસ્થ્યની ગંભીર બીમારીઓ ધરાવનાર વ્યક્તિ, બ્લીડીંગ ડિસઓર્ડર ધરાવનાર વ્યક્તિ, કોરોનાની રાશિનો કોઈ અન્ય ડોઝ લીધો હોઈ એવી વ્યક્તિ અને હાઈ ફીવર (ઊંચો તાવ) ધરાવતી વ્યક્તિ. આટલી વ્યક્તિઓને કોવેક્સિન ન લેવાવ સૂચના આપવામાં આવી છે.
આ સાથે જ અન્ય કોરોના વેક્સીન કોવીશીલ્ડ બનાવનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પણ કેટલીક ચેતવણી જારી કરી છે જેમાં ઉપરોક્ત તમામ કિસ્સાઓમાં કોરોના વેક્સીન લેતા પહેલા વેકતીનેટર અથવાતો ડોક્ટરને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલ કોવેક્સિનની ક્લિનિકલ અસરકારકતા હજુ સુધી પુરવાર થઇ શકી નથી અને હાલમાં ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે તેમ છતાં ભારત સરકાર દ્વારા કોવેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે મજૂરી આપી દેતા વિવાદ ઉભો થયો છે અને વિવાદો વચ્ચે પણ સરકાર વેક્સિનેશનનો પ્રારંભ કરી દીધો છે જેને લઈને વિપક્ષી પાર્ટીઓ સરકારને ઘેરી રહી છે.
આ સાથે જ એક સારા સમાચાર છે કે ભારત બાયોટેકની નેઝલ વેક્સિનના ટ્રાયલને મંજૂરી મળી ગઈ છે. આ વેક્સીન અન્ય વેકસીનોથી અલગરીતે નાક દ્વારા આપવામાં આવે છે અને માત્ર એક જ ડોઝ લેવાનો રહે છે.