સવિતા વિચારમાં પડી ગઈ. કેટલીયે વાર શૂન્યમનસ્ક બની ગયા પછી બોલીઃ ‘તમે મારી મજાક તો નથી કરતા ને ?’‘ના જે દિવસે મેં તમને જોયા તે દિવસે જ મેં નક્કી કરી નાખ્યું હતું કે મારી પસંદ માત્ર તમે જ છો.’‘પણ તમને ખબર છે ને કે હું દિવ્યાંગ છું.’‘હા.’‘તો મારી પર દયા તો નથી કરતા ને?’‘ના….. હું સાચા દિલથી તમને પ્રેમ કરું છું.’ સવિતાએ કહ્યું ‘આવી અચાનક પ્રપોઝલ માટે હું માનસિક રીતે તૈયાર નથી. મને વિચારવાનો સમય આપો.’ અને એ દિવસ બાદ રવિતા અને સુભાષ વચ્ચે વાતચીતનો વ્યવહાર શરૃ થયો. સુભાષ ઓછું ભણેલો પણ સ્માર્ટ યુવાન હતો. સવિતા વધુ ભણેલી પણ દિવ્યાંગ હતી. સમય જતાં બેઉએ એક પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કર્યું અને સવિતા સુભાષ સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ.
‘ના હું એકલો જ આવ્યો છું. અહીંથી પસાર થતો હતો. તમને મળવાનું મન થઈ ગયું. હું અંદર આવું ?’ સુભાષ બોલ્યો ,વિતા બોલીઃ ‘હા, હા, આવો ને. સુભાષ અંદર જઈ ડ્રોઇંગરૃમમાં બેઠો. થોડીક અલપઝલપ વાતો પછી સુભાષ બોલ્યો ‘સવિતા ! એક વાત કહું ખરાબ તો નહીં લાગે ને !’‘એ તો તમે શું બોલો છો તેની પર નિર્ભર છે. ’સુભાષ બોલ્યો ‘હું કોઈ આડી-અવળી વાત કરવા માગતો નથી. મારા મનની વાત જ કહેવા આવ્યો છું. તમે મને ગમો છો. ’સવિતા ચોંકી ઊઠી ‘એટલે ?’સુભાષ બોલ્યોઃ ‘માત્ર પ્રેમ જ નથી કરતો. તમારી સાથે લગ્ન પણ કરવા માંગુ છું.’
સવિતા રૃપાળી અને બહુ જ સારું ભણેલી હતી. એણે ફિરોઝાબાદની કોલેજમાં બી.એ. કર્યા બાદ એલએલ.બી.ની ડિગ્રી પણ હાંસલ કરી હતી પરંતુ તેનું લગ્ન થતું નહોતું. તેનું એક કારણ હતું. તે આંશિક રીતે વિકલાંગ હતી. ચાલતી વખતે તે સહેજ લંગડાતી હતી. એક દિવસ તેના જીજાજી સાથે તેમનો એક મિત્ર સુભાષ ઘેર આવ્યો. દરમિયાન સવિતાએ એડવોકેટ બની કોર્ટમાં પ્રેક્ટિસ પણ શરૃ કરી હતી. સુભાષે સવિતાને જોઈ અને એના દિલમાં હલચલ પેદા થઈ ગઈ. એ એને ગમી ગઈ. એક દિવસ રવિવારે અચાનક સુભાષ એકલો ઘેર આવી પહોંચ્યો. ઘરમાંથી બધાં બહાર ગયેલાં હતા. સવિતા એકલી ઘરમાં હતી. બારણામાં જીજાજીના મિત્ર સુભાષને આવેલો જોઈ સવિતા બોલી ‘કેમ એકલા ? જીજાજી નથી આવ્યા ?’
વસ્તુત લોકો સવિતાની પ્રશંસા કરતા હતા તે હવે સુભાષને ગમતું નહોતું. સવિતાની પ્રશંસામાં સુભાષને પોતાનો ઉપહાસ લાગતો હતો. પોતે ઓછું ભણેલો છે એ વાતનો અહેસાસ જાણે કે લોકો તેને વારંવાર કરાવતા હતા. એ મનોમન વિચારતો હતો કે ‘હું ઓછું ભણેલો છું તો શું થઈ ગયું ? રવિતા પણ વિકલાંગ તો છે ને !’ પરંતુ હવે લોકોની વાતો સાંભળી સુભાષના મગજમાં લઘુતાગ્રંથી પ્રવેશી ગઈ. કોઈને કોઈ બહાને તે સવિતા સાથે ઝઘડવા લાગ્યો. એક દિવસ તો એણે કહી દીધું ‘દેખ સવિતા, હવે કાલથી તારે કોર્ટમાં જવાનું નથી. પ્રેક્ટિસ બંધ. ઘરમાં રહીને રસોઈ બનાવ. રજતની દેખભાળ કર અને ઘરની બહાર નીકળવાનું નહીં.’
સવિતાએ ઘણી દલીલો કરી પરંતુ સુભાષ માન્યો નહીં. સવિતા બોલી ‘પણ મેં કાયદાશાસ્ત્રની ડિગ્રી લીધી છે. તે શું કામની ?’ ‘હું ડિગ્રી ફિગ્રી કાંઈ જાણું નહીં. લોકો મારી મજાક કરે છે. લોકો કહે છે કે હું એક દિવ્યાંગ પત્નીની કમાણી પર નભું છું.’‘હું દિવ્યાંગ-અપંગ છું તેની તમને ખબર નહોતી?’‘મારી સાથે બહસ ના કર. તારા માટે છોકરો શોધવા તારા બાપના ચંપલ ઘસાઈ ગયાં પણ તને કોઈ પરણતું નહોતું. તારા બાપાએ અને તારે મારો આભાર માનવો જોઈએ કે તારા જેવી દિવ્યાંગ સાથે મેં લગ્ન કર્યું.’અને સવિતા રડી પડી.
સવિતા પરણીને સાસરે ગઈ. સુભાષને ઈંટો સપ્લાય કરવાનો ધંધો હતો. બેઉ સુખેથી રહેવા લાગ્યાં. એકાદ વર્ષ બાદ સવિતાએ પુત્રને જન્મ આપ્યો. તેને રજત એવું નામ આપવામાં આવ્યું પરંતુ હવે આ ખુશીઓમાં ઓટ આવી. ઈંટોનો ધંધો પણ મંદો પડતાં સવિતાએ સ્થાનિક કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ શરૃ કરી. મહોલ્લાવાળા હવે સુભાષની મશ્કરી કરવા લાગ્યા ‘અલ્યા સુભાષ, તું નસીબદાર છે. તારા જેવા મજૂરિયાને વકીલ પત્ની મળી. તારે હવે ઈંટોના ટ્રક ભરાવવાની શું જરૃર છે ?’