દાંત ભલે મોં ની અંદર રહેલા હોઈ, પરંતુ માણસની સુંદરતામાં તેના દાંત પણ આગવો ભાગ ભજવે છે, હસતા કે બોલતા સમયે તમારા એકદમ સફેદ અને ચોખ્ખા દાંત તમારી સુંદરતામાં વધારો કરે છે જયારે બોલતી કે હસ્તી વખતે પીળા પડી ગયેલા દાંત તમારા સુંદર ચહેરાની સુંદરતા પર પાણી ફેરવી છે તો આજે અમે લઈને આવ્યા છીએ પીળા દાતને એકદમ સફેદ કરવાનો પાક્કો ઈલાજ.
કારણ – પીળા દાંતનો ઈલાજ જોતા પહેલા આપણે પીળા દાંત પાછળના કારણો જોઈએ તો દાંતોના પીળા પડી જવાનું મુખ્ય કારણ તો ખોરાક જ છે. કેટલીક ખાવાં વસ્તુઓ જેવી કે ચા, કોફી, શરાબ અને તમ્બાકુ વગેરેના કારણે દાંત પીળા પડી જાય છે અને વધારે પડતા સેવનથી અને દાંતની નિયમિત અને યોગ્ય સફાઈ ન થવાથી દાંતમાં કેવિટી પણ પડી જય છે, જેને આપડે દાંતનો સડો કહીયે છીએ. આ ઉપરાંત કેટલાક લોકોને જન્મજાત જ પીળા દાંત હોઈ છે અથવા તો પાણીમાં વધારે પ્રમાણમાં ફ્લોરાઇડની માત્ર હોવાથી પણ દાંત પીળા પડી જય છે.
જાણકારીના અભાવે દાંતને સાફ કરવા માટે લોકો ઘણી જાતના કેમિકલ્સનો ઉપયોગ કરે છે તેની પણ દાંતો ઉપર ખરાબ અસર પડે છે તથા ઉમરની સાથે ઘણી વાર દાંતો ઉપર ઈનેમલનું પડ જામતું જાય છે જેના કારણે દાંત પીળા થઇ જાય છે જો તમે દાંતોની પીળાશ થી પરેશાન છો તો તો આ થોડા પ્રયોગ કરીને તમે તમારા દાંતની પીળાશ થી છુટકારો અપાવી શકો છો.૧ ચમચી બેકિંગ સોડા અને ૧/૨ ચમચી મીઠા ને મિક્સ કરો અને આ મિશ્રણ ને બ્રશ ઉપર લગાવીને ૫ મિનીટ સુધી સારી રીતે દાંત ઉપર બ્રશ કરો અને બાદમાં એક કપ હાઇડ્રોજન અને અડધો કપ હુંફાળું પાણી મિક્સ કરો અને આ મિશ્રણથી ૧ મિનીટ સુધી મોઢાના અંદરના ભાગને ને ધુઓ. રોજ આમ કરવાથી તમારા દાંત પીળાશ પડતા કલરથી મુક્ત થઇ જશે અને દેખાશે એક ડેમ ચોખ્ખા અને સફેદ.
ખાંડ, ગળ્યું ખાવાનું, એસિડિક ગુણધર્મો ધરાવતો ખોરાક વગેરે ખાવાથી મોઢામાં ખાસ પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન થઇ છે અને એસિડ આપણા દાંતોની સુરક્ષા માટે જે એનએમએલ નામનું લેયર હોઈ છે તેને ડેમેજ કરે છે તેથી દાંત સડવા લાગે છે.ઉપાય – દાંતની નિયમિત અને યોગ્ય રીતે સફાઈ કરો. ભોજન લીધા બાદ દાંત સાફ કરવાનું રાખો આ સિવાય પાન-મસાલા ખાઈને પણ દાંતની સફાઈ કરવાનું રાખો. પાન-મસાલા ખાઈને દાંત પીળા કે લાલ થઇ ગયા છે તો મંદ કેમિકલ વડે બ્લિચિંગ કરાવવાથી પણ દાંત સફેદ થઇ જશે.અને જન્મજાત જેને ડાયટ પીએ હોઈ એ ડેન્ટિસ્ટ પાસે જઈને વિનીયર્સ અથવાતો ક્રાઉન પણ લગાવી શકે છે.
ઘરગથ્થુ ઉપાય જોઈએ તો કેમિકલયુક્ત ટૂથપેસ્ટથી બ્રશ કરવાને બદલે તમે નિયમિત દાતણ કરી શકો છો. લીંબડાનાં ઝાડનું દાતણ, બાવળનું દાતણ, આવળનું દાતણ અને કાનજીનું દાતણ દાંતોની સુરક્ષા અને શરીર માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.આ ઉપરાંત જો તમારા દાંતમાં સડો આવી ગયો હોઈ અથવાતો છેદ પડી ગયો હોઈ તો જલ્દીથી સડો વધે એ પહેલા ડેન્ટિસ્ટ પાસે જઈને એનું પૂરાં કરાવી શકો છો અને જો વધારે છેદ પડી ગયો હોઈ તો રૂટ કેન ટ્રીટમેન્ટ પણ કરી શકો છો.