ખાપ પંચાયતની જાહેરાત, ખેડૂતો ફરીથી દિલ્હી કૂચ કરશે! જાણો ક્યારે અને કેવી રીતે?

ખેડૂતો આંદોલનનો આજે ૬૭ મોં દિવસ છે, અને દિલ્હીની હિંસક ઘટનાઓ બાદ ખેડૂત આંદોલન તૂટી જશે એવી સરકારની આશાઓ પર પાણી ફરી રહ્યું છે અને આંદોલન તૂટવાને બદલે ફરી વધુ ઉગ્ર બન્યું છે અને આ સાથે જ હવે ખેડૂતો ફરી એક વખત દિલ્હી તરફ કુછ કરશે એવી વિગતો સામે આવી છે.

હરિયાણાની ખાપ પંચાયતે આ નિર્ણય સંભળાવ્યો છે અને આ નિર્ણયને ખાપ પંચાયતમાં હાજર હજારો ખેડૂતોએ વધાવી પણ લીધો છે. ખાપ પંચાયતે ખેડૂતોને પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે આગામી ૭ ફેબ્રુઆરીના રોજ હરિયાણાના ખટકર ટોલ પ્લાઝાથી ખેડૂતોની દિલ્હી કૂચ શરુ થશે.

ખાપ પંચાયતે કહ્યું હતું કે ખાપ પંચાયત અને સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ આગામી ૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦ વાગ્યે ખેડૂતો એકઠા થઈને પગપાળા જ દિલ્હી તરફ કૂચ કરશે. આ સાથે જ ખાપ પંચાયતે એક બીજો નિર્ણય પણ જાહેર કર્યો છે.

ખાપ પંચાયતે ખેડૂતોને કહ્યું હતું કે તેઓ પોતાના ઘરે લગ્ન અથવા કોઈ પણ પ્રસંગમાં સરકારના કોઈ નેતા, આગેવાન અથવાતો સરકારને સમર્થન આપી રહેલા કોઈ પણ વ્યાજટ્ટીને આમંત્રણ આપીને બોલાવવા નહિ. પંચાયતના આ નિર્ણયને પણ ત્યાં હાજર હજારો ખેડૂતોએ હાથ ઊંચા કરીને વધાવી લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતો ૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં માર્ચ કરી રહ્યા હતા ત્યારે થયેલી હિંસક ઘટનાઓ બાદ હવે ફરીથી જો ખાપ પંચાયતના આદેશ મુજબ દિલ્હી તરફ કૂચ કરશે તો સરકાર શું એક્શન લેશે અથવાતો ખેડૂતોને રોકવા કઈ હદ સુશી જશે એ હાલ ચર્ચાનો વિષય છે.