પાટીદાર અનામત આંદોલનનો એક સમયનો મુખ્ય ચહેરો અને હાલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે PM મોદીના ભાષણ બાદ મોદી પાર આક્ષેપો કરીને પોતાના ઓફિશિયલ ટ્વીટર એકોઉંટનું નામ બદલ્યું છે જે મુદ્દો હાલ ખુબ જ ચર્ચાઈ રહ્યો છે.
સમગ્ર મામલપ જોઈએ તો ગઈ કાલે સોમવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં અભિભાષણ બાદ PM નરેન્દ્ર મોદી ધન્યવાદ પ્રસ્તાવ માટે ઉભા થયા હતા અને ભાષણ આપ્યું હતું જેમાં તેઓ એવું કૈક બોલ્યા હતા જેને લઈને હાર્દિક પટેલે PM મોદી પાર પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયજીનું અપમાન ગણાવીને પોતાના ટ્વીટર એકોઉંટનું નામ બદલી નાખ્યું હતું.
PM મોદી ભાષણમાં બલોયા હતા કે દેશમાં અમુક લોકો અંડોલાન્જીવી હોઈ છે, જે કોઈ પણ આંદોલનમાં પહોંચી જ જાય છે. આવા લોકો અંડોલાન્જીવી સાથે પરોપજીવી પણ હોઈ છે જે બીજાના આંદોલનોમાં પહોચી જાય છે તેઓ આંદોલન વગર જીવી શકતા નથી, અપને આવા લોકોને ઓળખવા જરૂરી છે.
હાર્દિક પટેલે PM મોદીની આ વાતને લઈને આક્ષેપો કર્યા હતા કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલજી પણ આંદોલનોમાં ભાગ લેતા હતા અને આંદોલનના ભાગ રૂપે તેઓ બળદગાડી લઈને સંસદ પણ જતા હતા, ત્યારે PM મોદીએ આંદોલન કરનારને પરજીવી કહીને અટલજીનું અપમાન કર્યું છે.
આ સાથે જ હાર્દિક પટેલે પોતાના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટનું માં બદલીને “આંદોલનજીવી હાર્દિક પટેલ” કરી નાખ્યું છે. હાર્દિક પટેલે PM મોદીના ભાષણને લઈને ટ્વીટર એકાઉન્ટનું નામ બદલતા મામલો ચર્ચામા આવ્યો છે .