શું તમે ભાડે રહો છો? તો મોદી સરકારના નવા કાયદા વિષે જરૂર વાંચો

ગત રોજ બુધવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પ્રધાનમંડળની બેઠકમાં એક નવા કાયદા પર મંજૂરીની મહોર મારવામાં આવી છે, જે કાયદો દેશમાં ભાડેથી રહેતા કે ભાડાના મકાનમાં ધંધો કરતા નાગરિકો અને મકાનમાલિકોનાં હિતમાં માનવામાં આવી રહ્યું છે. આ કાયડને મંજૂરી આપતાની સાથે જ ભાડાના મકાનને લગતા કાયદાઓએ ધરમૂળથી ફેરવવામાં આવ્યા છે.

શું છે નવો કાયદો? : આ નવો કાયદો આવ્યા બાદ ભાડે આપવા લાયક મકાન માર્કેટનો હિસ્સો માનવામાં આવશે અને નવો કાયદો આ પ્રોપર્ટીને ભાડે આપવાનો અધિકાર આપશે જેથી ભડકીય હાઉસિંગમાં પ્રાઇવેટ કંપનીઓની ભાગીદારીમાં પણ વધારો થશે.

ભાડુઆત ભાડા કરારમાં દર્શાવેલ નિર્ધારિત સમયમાં મકાન ખાલી કરી નહિ આપે તો આ કાયદા મુજબ પછીના બે મહિના માટે બમણું અને ત્યારબાદ ચારગણું ભાડું વધારે લઇ શકશે જેથી મકાનમાલિકના હિતો જળવાઈ રહે. આ ઉપરાંત મકાન ખાલી કાર્યની નોટિસ ભાડુઆતને આપ્યા બાદ ૨૪ કલાક પછી મકાનમાલિક મકાનમાં પ્રવેશી શકશે.

નવો કાયદો સિક્યોરિટી ડિપોઝીટની ઉઘરાણી પર પણ રોક લગાવશે જેથી ભાડુઆતના હિત જળવાઈ રહે. આ નવા કાયદા મુજબ રહેણાંક હેતુથી ભાડે આપવમાં આવેલ મકાનનું ૨ મહિનાનું ભાડું અને ધંધાકીય ઉપયોગ માટે ભાડે આપેલ પ્રોપર્ટીનું ૬ મહિનાનું ભાડું જ મકાનમાલિક સિક્યોરિટી ડિપોઝીટ તરીકે લઇ શકશે. અને સત્તામંડળ ભાડાની બાબતોમાં થયેલા વિવાદોને ઝડપી નિકાલ માટે પણ વ્યવસ્થા કરશે.