ગત લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનારાજજીની પરથી TMC માંથી સાંસદ તરીકે ચૂંટાઈને દિલ્હી પહોંચેલી ખુબસુરત સાંસદ નુસરાજ જહાં ફરી એક વાર ચર્ચામાં આવી છે, અને આ વખતે ચર્ચા કરતા પણ વિવાદોમાં વધુ આવી હોઈ એવું લાગી રહ્યું છે કારણકે મામલો હવે પદ કરતા પણ વધારે પ્રતિષ્ઠાની બાબતનો બની ગયો છે. પ્રાપ્ય વિગતો મુજબ નુસરત જહાં અત્યારે પ્રેગ્નેન્ટ છે અને તેનો બિઝનેસમેન પતિ નિખિલ જૈન આ બાળક પોતાનું ન હોવાનો ઘટસ્ફોટ કરી રહ્યો છે.
પ્રાપ્ય વિગતો અનુસાર નુસરત જહાં પ્રેગ્નેન્ટ છે એવા સમાચારો મીડિયામાં અને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થતા નુસરત જહાંના પતિ નિખિલ જઈને મીડિયા સામે આવીને ઘટસ્ફોટ કર્યો હતો કે આ બાળક પોતાનું નથી. નિખિલ જૈને કહ્યું હતું કે તે છેલ્લા ૬ મહિનાથી તો નુસરતને મળ્યો પણ નથી તો આ બાળક પોતાની કેવી રીતે હોઈ શકે?
નિખિલે આ મામલે ઘટસ્ફોટ કર્યા બાદ નુસરતે જવાબ આપવાને બદલે ભેદી મૌન ધારણ કરી લીધું છે ત્યારે નુસરતના ચાહકો આ મામલે નુસરતની પ્રતિક્રિયા જાણવા માટે આતુર છે, પરંતુ નુસરતે આ મામલે કોઈ જ પ્રતિક્રિયા આપી નથી ત્યારે હવે સવાલ થઇ રહ્યો છે કે જો આ બાળક નિખિલ જૈનનું નથી તો પછી કોનું છે? ખેર, આ મામલે આ બાળક નિખિલ જૈનનું છે કે નિખિલ જૈનના આક્ષેપો સાચા છે એ જવાબ તો નુસરત જ આપી શકે એમ છે, જે હાલમાં મૌન છે.