આમ આદમી પાર્ટીએ અમદાવાદમાં રીક્ષાચાલકને ટિકિટ આપી!

ગુજરાતમાં BJP અને કોંગ્રેસની વર્ષોજૂની રાજનીતિને ખતમ કરવા માટે હવે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે અને આવતા વ્હેંત જ ગુજરાત આમ આદમી પાર્ટીએ એવું કામ કર્યું છે કે લોકો પણ તેને આવકારી રહ્યા છે.

એક તરફ BJP અને કોંગ્રેસમાં ટિકિટ માટે હોડ લાગી છે અને ટિકિટ માટે ઈચ્છીત ઉમેદવારો મોટા નેતાઓ સાથે સેટિંગ પાડી રહ્યા હોવાના સમાચારો પણ સામે આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ અમદાવાદમાં એક સામાન્ય રીક્ષા ચાલકને કોર્પોરેટરની ટિકિટ આપી છે.

આમ આદમી પાર્ટીએ અમદાવાદના સરસપુર-રખિયાલ વોર્ડમાં સામાન્ય ઓટોરીક્ષા ચાલાક એવા મુનવર હુસેન શેખને અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી લાડવા માટે ટિકિટ આપી છે. આ મામલે ઉમેદવાર મુનવર હુસેન શેખે જણાવ્યું હતું કે હું ૨૦૧૫ થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું અને આજે રિક્ષાચાલક હોવા છતાં પાર્ટીએ મને ટિકિટ આપીને સાબિત કરી દીધું છે કે આમ આદમી પાર્ટી ઉમેદવારને જોઈને ટિકિટ આપે છે અને સાફ રાજનીતિ કરવા માંગે છે.

જણાવી દઈએ કે સુરતમાં પણ આમ આદમી પાર્ટીએ સામાન્ય વર્ગના લોકોને ટિકિટ્સ આપી છે અને સુરત સહીત ગુરાતમાં આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોમાં સોફ્ટ કોર્નર પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવે નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પર્ફોમન્સ કેવું રહે છે એ પરથી થી ગુજરાતમાં આગંતુક આમ આદમી પાર્ટીનું ભવિષ્ય નક્કી થશે એવું માનવામાં આવી રહ્યું છે.