હું ટ્રાન્સજેન્ડરના પ્રશ્નોને લઈને ગયો હતો, BJPએ ખેસ પહેરાવી દીધો : રાજપીપળાના રાજકુંવર

ગુજરાતના રાજપીપળા રાજઘરાનાના પ્રિન્સ અને ટ્રાન્સજેન્ડરના પ્રશ્નો અને ટ્રાન્સજેન્ડરો માટે અવાજ ઉઠાવતા રાજકુંવર માન્વેન્દ્રસિંહ ગોહિલ તાજેતરમાં જ BJP માં જોડાયા હોવાના અહેવાલો સામે આવ્યા બાદ વધુ ચર્ચામાં આવ્યા હતા અને BJP એ પણ માન્વેન્દ્રસિંહ ગોહિલ BJP માં જોડાયા હોવાનો પ્રચાર-પ્રસાર શરુ કરી દીધો હતો પરંતુ હવે હકીકત કૈક અલગ જ સામે આવતા BJP ને ફરી એક વાર નીચાજોણું થયું છે.

માનવેન્દ્રસિંહ ગોહિલ BJP માં જોડાયા હોવાનો મેસેજ અને BJP નો ખેડ પહેરેલ માન્વેન્દ્રસિંહ ગોહિલના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પ્રીન્સ પોતે આ મામલે સ્પષ્ટતા આપવા સામે આવ્યા હતા અને કહ્યું હતું કે હું BJP માં જોડાયો નથી.

આ મામલે હકીકત જણાવતા માન્વેન્દ્રસિંહ ગોહિલે કહ્યું હતું કે હું ટ્રાન્સજેન્ડર્સના પ્રશ્નોને લઈને વડોદરા BJP કાર્યાલયે ગયો હતો, જ્યાં હાજર BJP નેતાઓએ મને BJP નો ખેસ પહેરાવી દીધો હતો, અને બાદમાં અહેવાલો વહેતા થતા હતા કે હું BJP માં જોડાયો છું, પરંતુ હું કોઈ પણ પાર્ટીમાં જોડાયો નથી.

જણાવી દઈએ કે માન્વેન્દ્રસિંહ ગોહિલે આ મામલે સ્પષ્ટતા કરતા BJP એ ફરી એક વખત નીચાજોણું થયું છે કે BJP કાર્યકરો અને IT સેલ કોઈ પણ તસ્વીરને રજુ કરીને કેટલી હદે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. જણાવી દઈએ કે રાજપીપળા રાજઘરાનાના પ્રિન્સ માન્વેન્દ્રસિંહ ગોહિલ વર્ષોથી ટ્રાન્સજેન્ડર્સના પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે અને ટ્રાન્સજેન્ડર્સને પણ સમાજમાં સ્વીકૃતિ મળે એ માટે કામ કરી રહ્યા છે.