દેશમાં કોરોનની પ્રથમ અને પ્રથમથી પણ વધુ ઘાતક બીજી લહેર દરમિયાન કેન્દ્ર સરકારે ભારતમાં વિશ્વનો સહુથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો હોવાનો દાવો કર્યો છે, પરંતુ વેક્સિનની અછતને ઢાંકવા માટે સરકારે વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વિજ્ઞાનીઓની સલાહથી વિપરીત ખુબ જ વધારીને બમણો કરી દીધો હોવા મામલે સરકારે પ્રજાને ઉલ્લુ બનાવી હોવાના આક્ષેપો થયા છે ત્યારે અહીં જાણીયે શું છે આ મામલે સત્ય!
નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન – NTAGI ના ૧૪ પૈકી ત્રણ સભ્યોએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકારે NTAGI ના તમામ સભ્યોની સામટી વગર જ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો બમણો કરી દીધો છે. આ વૈજ્ઞાનિકોનું કહેવી છે કે અમે સરકારને વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારીને ૮ થી ૧૨ સપ્તાહ કરવા માટે સંમતિ આપી હતી, પરંતુ સરકારે પોતાની રીતે જ આ સમયગાળો ૧૨ થી ૧૮ સપ્તાહ કરી દીધો છે અને આ પ્રકારની ભલામણ કરવા માટે અમારી પાસે પૂરતો દેતા અને માહિતી નહોતા.
સરકારે વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧૨ થી ૧૮ અઠવાડિયાનો કરતી વખતે જાહેરાત કરી હતી કે NTAGI ના કોવિદ વર્કિંગ ગ્રુપની ભલામણના આધારે વેક્સિનના ૨ ડોઝ વચ્ચેનો સમયગાળો ૧૨ થી ૧૮ અઠવાડિયા કરવામાં આવ્યો છે, પરંતુ NTAGI ના સભ્યોનું કહેવું છે કે અમે ૧૨ થી ૮ નહિ પરંતુ ૮ થી ૧૨ અઠવાડિયા માટે સંમત થયા હતા.
જો કે આ મામલે હવે સરકાર પાર આક્ષેપો લાગી રહ્યા છે કે સરકારે વેક્સિનની અછત વચ્ચે પણ પ્રથમ ડોઝ આપીને વધારેમાં વધારે વેક્સીન આપી છે એવું બતાવવા માટે વૈજ્ઞાનિકોની સંમતિથી વિપરીત પોતાની રીતે જ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧૨ થી ૧૮ સપ્તાહ કરી દીધી છે.