કચ્છમાંથી કોરોના વેક્સિનને લઈને સામે આવ્યા માઠા સમાચાર!

દેશમાં કોરોનનો પ્રથમ કેસ સામે આવ્યો એને હવે એક વર્ષ પૂર્ણ થવામાં છે, અને પછીના ૧૦ મહિનાના સમયમાં કોરોને જે હાહાકાર મચાવ્યો એ દેશ ભૂલી શકે એમ નથી, પરંન્તુ અંતે ભારતમાં બે-બે કંપનીઓએ કોરોના વેક્સિનનું સફળ લોન્ચિંગ કાર્ય બાદ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ કચ્છમાંથી જે સમાચાર આવી રહ્યા છે તે આશ્ચર્યજનક છે.

પ્રાપ્ય વિગતો અનુસાર કચ્છના ગાંધીધામના એક ડોક્ટર કોરોનની વેસ્ટિન લીધા બાદ પણ કોરોના પોઝટિવ આવતા ચકરાર મચી ગઈ છે. પ્રાપ્ય વિગતો અનુસાર કચ્છના ગાંધીધાનમાં એક ડોક્ટર કોરોના વેક્સીન લીધા બાદ પણ કોરોના પોઝટિવ આવ્યા છે.

ગાંધીધામમાં આવેલ રામબાગ હોસ્પિટકમાં ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી રહેલ ડોક્ટર અનુજ શ્રીવાસ્તતનો કોરોના ટેસ્ટ પોઝટિવ આવ્યો છે. ડોક્ટર અનુજ શ્રીવાસ્તવ કોરોનની રાશિનો પ્રથમ ડોઝ લઇ ચુક્યા છે તેમ છતાં પામ કોરોના પોઝીટીવ કેવી રીતે આવ્યા એ હાલ તબીબ જગત માટે મોટું આશ્ચર્ય છે.

પ્રાપ્ય વિગતો અનુસાર ડોક્ટર અનુજ શ્રીવાસ્તવે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત ગત ૧૬ જાન્યુઆરીના રોજ કોરોના વેકસીનો પ્રથમ ડોઝ લીધો હતો, એ બાદ તેઓને કોઈ જ આડઅસર થઇ નહોતી, પરંતુ બાદમાં તાજેતરમાં જ તેમને અચાનક જ કોવિદના લક્ષણો વર્તતા ટેસ્ટ કરાવ્યો હતો અને કોવિદ પોઝટિવ આવ્યા હતા.

જો કે આ મામલે જાણકારોનું કહેવું છે કે ડોક્ટર અનુજ શ્રીવાસ્તવે ફક્ત એક જ ડોઝ મુકાવ્યો છે, બીજો ડોઝ હજુ બાકી છે આ ઉપરાંત કોરોનની રાશિનો ડોઝ ૨૦ દિવસ પછી અસર ચાલુ કરે છે તેથી એવું થઇ શકે છે.