BJP આઇટી સેલ સામે લડવા કોંગ્રેસનું નવું સાહસ!

સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પર BJP કાર્યકરોના કથિત આઇટી સેલને માટે આપવા માટે હવે રાષ્ટ્રીય કોંગ્રેસ પણ જાગી છે અને BJP આઇટી સેલ સામે લડવા માટે કોંગ્રેસ હવે પોતાના કાર્યકરોની એક ફોજને ઉતારવા માટે મોટી કવાયત હાથ ધરી રહી છે.

પ્રાપ્ય વિગતો અનુસાર રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સ્તરે સોશિયલ મીડિયા વોરિયર્સ ટિમ બનાવવા માટે ટોલ ફરી નંબર જાહેર કરવામાં આવ્યા છે, આ સાથે જ સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમ જોડાવા માટે ઇમેઇલ અને વેબસાઇટનો વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે.

ખાસ કરીને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ યુવાનોને કોંગ્રેસના સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમનો હિસ્સો બનવા માટે અપીલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમમાં યુવાનોને જોડાવા માટે યુવાનોને અપીલ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ ટિમ ન્યાય માટે લડવાવાળા યોદ્ધાઓની ટીમ છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ હિંસાની સેનાએ નથી, નફરતની સેનાએ નથી પરંતુ સત્યની સેનાએ છે. આ એક એવી સેનાએ છે ભારતના વિચારોની રક્ષા કરશે. રાહુલ ગાંધીએ ટ્વીટર પર વિડીયો ટ્વીટના માધ્યમથી યુવાનોને સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમમાં જોડાવા માટે અપીલ કરી હતી.

જણાવી દઈએ કે એક તરફ કથિત બીજેપી આઇટી સેલ હાલ સોશિયલ મીડિયા પર BJP ના પ્રચાર-પ્રસાર અને એજન્ડાઓ પ્રજા સુધી પહોંચાડવામાં સફળ રહ્યું છે તેમજ BJP આઇટી સેલ પર ખોટી માહિતી અને ફેક ન્યુઝ ફેલાવીને લોકોને ભડકાવવાના આક્ષેપો થતા હોઈ છે ત્યારે કોંગ્રેસની સોશિયલ મીડિયા વોરિયર્સ ટિમ હવે BJP આઇટી સેલ સામે કેવી રીતે લડે છે એ જોવું રહ્યું.